પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક મદદ કરે છે. ખેડૂતોને 2-2 હજાર રૂપિયાનાં ત્રણ હપ્તા દ્વારા આ રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ લાભાર્થીઓનું લિસ્ટ સમય-સમય પર રજૂ કરવામાં આવે છે. યોજના માટે સરકારે અમુક નિયમો અને શરતો બનાવી છે.

આ શરતો એટલા માટે બનાવવામાં આવી છે, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી આ યોજનાનો લાભ જઈ શકે. એવાં લોકો જે આર્થિક રીતે સક્ષમ છે તેમણે આ યોજનાથી દૂર રાખવામાં આવ્યા છે. હવે સવાલ એ છેકે, સરકારની નજરમાં આર્થિક આધાર પર તે કોણ લોકો છે, જેઓ આ યોજનાને લાયક નથી.

નિયમો મુજબ, પાછલા નાણાકીય વર્ષમાં ઈનકમ ટેક્સની ચુકવણી કરનારા લોકો તેનાંથી વંચિત રાખવામાં આવે છે. તેના સિવાય 10 હજારથી વધુ પેન્શન મેળવતા લોકોને તેનો લાભ મળશે નહી. ભૂમિ સીમાને પુરી કરવા છતાં અમુક શ્રેણીનાં લોકો આ નકદી સમર્થનને પાત્ર માનવામાં આવતા નથી.

જણાવી દઈએકે, PM કિસાન યોજના હેઠળ છઠ્ઠો હપ્તો પહેલી ઓગષ્ટે લાભાર્થી ખેડૂતોનાં ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. પાંચમો હપ્તો એપ્રિલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ યોજનાનાં લાભાર્થીઓને સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ પણ ઉપલબ્ધ કરાવે છે. આ કાર્ડની મદદથી ખેડૂતોને ચાર ટકા સુધીના સસ્તા દરે લોન મળી શકે છે. લાખો ખેડૂતો આ યોજના હેઠળ મળતાં આ ફાયદાઓનો લાભ ઉઠાવી રહ્યા છે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…