GSTV

આનંદો! આ સરકારી યોજનામાં ખેડૂતોને દર વર્ષે મળશે 10,000 રૂપિયા, આ રીતે મેળવો લાભ

ખેડૂતો

PM Kisan Samman Nidhi Yojana 2020: કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના અંતર્ગત દર વર્ષે 6 હજાર રૂપિયા તેમના ખાતામાં મોકલી રહી છે. આ જ કડીમાં હવે મધ્યપ્રદેશ સરકારે પણ ખેડૂતોને મોટી ભેટ આપી છે. હવે રાજ્ય સરકાર પણ આ યોજના અંતર્ગત ખેડૂતોને 4 હજાર રૂપિયા વર્ષે આપશે. એટલે કે મધ્ય પ્રદેશના ખેડૂતોને પ્રધાન મંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વર્ષે 10 હજાર રૂપિયાની રકમ મળશે.

ક્યારે આવશે પહેલો હપ્તો

મોદી સરકાર

મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘોષણા કરતાં કહ્યું કે મુખ્યમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને પહેલો હપ્તો આપવાની શરૂઆત પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસે કરવામાં આવશે. મધ્ય પ્રદેશ સરકારે ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજ દરે લોન આપવાની યોજના શરૂ કરી.

ખેડૂતોને  મળશે 10 હજાર રૂપિયા

મોદી સરકાર

મુખ્યમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાથી પ્રદેશના ખેડૂતોને ઘણો લાભ થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રદેશના 77 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે. સરકાર ખેડૂતોનો સર્વે કરાવી પ્રદેશના પ્રત્યેક ખેડૂતને મુખ્યમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના સાથે જોડવાનુ કામ કરશે. જણાવી દઇએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત મળતા 6 હજાર રૂપિયા સાથે હવે રાજ્ય સરકાર પાસેથી પણ 4 હજાર રૂપિયા મળશે. તેવામાં ખેડૂતોને કુલ 10 હજાર રૂપિયા વાર્ષિક મળશે. મુખ્ય સચિવ ઇકબાલ સિંહ બેંસે કહ્યું કે ખેડૂતોની જાણકારી કિસાન સમ્માન નિધિ પોર્ટલ પર રજીસ્ટર હશે. તેના માટે ખેડૂતોએ પટવારીને પોતાની એક એપ્લીકેશન આપવાની રહેશે.

દર વર્ષે મળે છે 6 હજાર રૂપિયા

જણાવી દઇએ કે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવી રહ્યાં છે. આ યોજના સાથે અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ખેડૂતોનો જોડવામાં આવ્યા છે. તેની પૂરી જાણકારી તમને pmkisan.gov.in પર જોઇ શકો છો.

Read Also

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!