GSTV

પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ: 31 માર્ચ સુધીમાં ખેડૂતોએ પતાવી લેવું પડશે આ જરૂરી કામ, નહીંતર 6000 રૂપિયાનો નહી મળે લાભ

કિસાન

જો તમે પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ(Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) અંચર્ગત વાર્ષિક 6000 રૂપિયાનો લાભ લેવા માગતા હોવ તો આધાર વેરિફિકેશન માટે તૈયાર રહો. દેશના કેટલાંક રાજ્યોમાં આ સ્કીમના પૈસા લેવા માટે 31 માર્ચ 2021 સુધીમાં આધાર લિંક કરાવવુ પડશે. નહીંતર પૈસા મળવાનું બંધ થઇ જશે. તે બાદ સરકાર કોઇ તક નહી આપે. આવા રાજ્યોમાં જમ્મુ-કાશ્મીર, આસામ અને મેઘાલય સામેલ છે. અન્ય રાજ્યોમાં એક ડિસેમ્બર 2019થી જ આધાર ફરજિયાત બનાવી દેવામાં આવ્યુ છે. આધાર વિના કોઇને સ્કીમના પૈસા નહી મળે.

આ સ્કીમનો લાભ લેવા માટે સરકાર શરૂઆતથી જ આધાર કાર્ડ માગી રહી હતી. પરંતુ તેને લઇને વધુ દબાણ ન હતુ. પછીથી તેને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું. જેથી અસલ ખેડૂતોને જ લાભ મળે. લાભની રકમ ફક્ત પીએમ કિસાન પોર્ટલ પર રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો દ્વારા અપલોડ કરવામાં આવેલા લાભાર્થીઓના આધઆરે સીડેડ ડેટા દ્વારા જ જારી કરવામાં આવે છે.

આ રીતે થશે પીએમ કિસાન સ્કીમમાં આધાર સીડિંગ

જે બેન્ક એકાઉન્ટને તમે પીએમ કિસાન સ્કીમમાં આપ્યુ છે તે બેન્કમાં જવુ પડશે. ત્યાં તમારી સાથે આધાર કાર્ડની કૉપી લઇ જાઓ. બેન્ક કર્મચારીઓને કહો કે તેમનુ આધાર એકાઉન્ટ સાથે લિંક કરી દે. આધાર કાર્ડની કૉપીમાં નીચે એક જગ્યાએ સહી કરી દો.

કિસાન

આશરે તમામ બેન્કોમાં ઑનલાઇન આધાર સીડિંગની સુવિધા આપવામાં આવે છે. જ્યાંથી તમે તમારા આધારને લિંક કરી શકો છો. લિંક કરતી વખતે ધ્યાનથી 12 અંકોનો આધાર નંબર ટાઇપ કરો અને સબમિટ કરો. જ્યારે તમારુ આધાર કાર્ડ તમારા બેન્ક નંબર સાથે લિંક થઇ જશે તે બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ આવી જશે. પરંતુ તેના માટે તમારી પાસે નેટ બેન્કિંગની સુવિધા હોવી જોઇએ.

આટલા ખેડૂતોને મળ્યો છે લાભ

કૃષિ મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી આશરે 11.17 કરોડ ખેડૂતોને આશરે 95 હજાર કરોડ રૂપિયાથી પણ વધુની રકમ આપવામાં આવી ચુકી છે. જમ્મુ-કાશ્મીરના 11,19,474 ખેડૂત પરિવારોને સ્કીમના પૈસા મળી ચુક્યા છે. આ જ રીતે મેઘાલયના 1,74,105 અને આસામના 31,16,920 ખેડૂતો લાભાન્વિત થયા છે.

Read Also

Related posts

જિલ્લા રજીસ્ટારે વિપુલ ચૌધરીને નોટિસ ફટકારી કહ્યું, તમારૂ સભ્ય કેમ રદ કરવામાં ન આવે

Nilesh Jethva

મંગળગીતની જગ્યાએ થયો કાળો દેકારો/ જાનૈયા ભરેલુ ટ્રેક્ટર નાળામાં ખાબક્યું, વરરાજો-માતા સહિત 6 લોકોના મોત

Pravin Makwana

ઓનલાઈન ખાવાનું મગાવુ પડ્યુ ભારે/ એક સાથે 42 ડિલીવરી બોય ભોજન લઈને આવ્યા, સોસાયટીમાં ટોળુ એકઠુ થયું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!