GSTV

દેશના અડધો-અડધ ખેડૂતોને ખેતી માટે મળ્યાં છે 8-8 હજાર રૂપિયા, મોદી સરકારની યોજનાનો લાભ તમને ન મળ્યો હોય તો આ નંબર પર કરો ફોન

ખેડૂતો

મોદી સરકારે દેશના આશરે અડધો અડધ ખેડૂત પરિવારોને ખેતી કરવા માટે તેમના બેન્ક એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 8-8 હજાર રૂપિયાની સહાય રાશિ મોકલી છે. આશરે સવા સાત કરોડ એવા લાભાર્થી છે. આ તમામ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme)ના ચાર હપ્તાના લાભાર્થી છે. તેમનો તમામ રેકોર્ડ યોગ્ય હતો. તો પછી તમે શા માટે વિલંબ કરી રહ્યાં છો. એક ઓગસ્ટથી આગામી હપ્તો આવવાનું શરૂ થશે. તો તમે પણ પોતાનો રેકોર્ડ ચેક કરી લો. આધાર, બેન્ક એકાઉન્ટ અને રેવન્યુ રેકોર્ડ બરાબર હોય તો તમને પણ રૂપિયા જરૂરથી મળશે. 

ખેડૂત પરિવાર આ રીતે મેળવી શકે છે લાભ

પીએમ કિસાન સ્કીમ અંતર્ગત પરિવારની વ્યાખ્યા પતિ-પત્ની અને સગીર બાળકો છે. તેથી જે પણ પુખ્ય વ્યક્તિનું નામ રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલુ છે તે તેનો અલગથી લાભ મેળવી શકે છે. તેનો અર્થ એ છે કે એક જ ખેતી યોગ્ય જમીનના દસ્તાવેજમાં જો એકથી વધુ પુખ્ય સભ્યનું નામ નોંધાયેલુ છે તો યોજના અંતર્ગત દરેક પુખ્ત સભ્ય અલગથી લાભ મેળવવાને પાત્ર હોઇ શકે છે. તેના માટે રેવન્યૂ રેકોર્ડ ઉપરાંત આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ નંબરની જરૂર પડશે.

સૌથી વધુ લાભ લેનારા રાજ્યો

પીએમ કિસાન યોજના અંતર્ગત ત્રણ હપ્તામાં વાર્ષિક 6-6 હજાર રૂપિયા મળે છે.

દેશમાં 7 કરોડ 18 લાખ 37 હજાર 250 ખેડૂત છે જેમને ચાર હપ્તા મળ્યા છે.

યુપીના મહત્તમ 1 કરોડ 53 લાખ ખેડુતો આઠ-આઠ હજાર રૂપિયાનો લાભ મેળવી ચુક્યા છે.

આ મામલામાં મહારાષ્ટ્ર બીજા સ્થાને છે જ્યાં 65 લાખ ખેડુતોને ચાર હપ્તા મળ્યા છે.

મધ્યપ્રદેશના 57 લાખ ખેડુતો, બિહારના 48 લાખ ખેડુતો અને રાજસ્થાનના 47 લાખ ખેડુતો આ કેટેગરીમાં સામેલ થયા છે.

આ ‘ખેડુતો’ ને લાભ નહીં મળે

લોન

>> જે ખેડુતો ભૂતપૂર્વ અથવા હાલના બંધારણીય પદધારક છે, વર્તમાન અથવા પૂર્વ પ્રધાનો, મેયર અથવા જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો, એમએલસી, લોકસભા અને રાજ્યસભાના સાંસદ છે તેઓને આ યોજનામાંથી બહાર માનવામાં આવશે. ભલે તેઓ ખેતી કરે.

>> કેન્દ્ર કે રાજ્ય સરકારના અધિકારીઓ અને 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડુતોને લાભ નહી.

>> પ્રોફેશનલ્સ, ડોકટરો, એન્જિનિયરો, સીએ, વકીલો, આર્કિટેક્ટ, જે પણ ખેતમજૂરી કરે છે તેનો કોઈ લાભ મળશે નહીં.

>> ગત નાણાકીય વર્ષમાં આવકવેરો ભરનારા ખેડુતો આ લાભથી વંચિત રહેશે.

>> કેન્દ્ર અને રાજ્ય સરકાર મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ / ક્લાસ-4 / ગ્રુપ ડી કર્મચારીઓને લાભ મળશે.

જો તમને પૈસા ન મળે તો શું કરવું

જો તમને પ્રથમ અઠવાડિયામાં પૈસા નહીં મળે, તો પછી તમારા એકાઉન્ટન્ટ અને જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક કરો. જો તમારે ત્યાંથી વાત ન કરવી હોય તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય (પીએમ-કિસાન હેલ્પલાઈન 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) દ્વારા જારી કરવામાં આવેલી હેલ્પલાઈનનો સંપર્ક કરો. જો અહીં પણ તમારુ કામ ન થાય તો મંત્રાલયનો બીજો નંબર (011-24300606, 011-23381092) પર વાત કરો.

Read Also

Related posts

રાપર : વકીલ દેવજી મહેશ્વરીની ચકચારી હત્યા મામલે કરાઈ એસઆઇટીની રચના

Nilesh Jethva

ભાજપના યુવા મોરચાના અધ્યક્ષે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું: આઈટી સિટી બની ગયું આતંકી સિટી

pratik shah

તેજસ્વી યાદવનો ચૂંટણી વાયદો- પહેલી કેબિનેટમાં પહેલી કલમમાં 10 લાખ યુવાઓને આપશે નોકરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!