GSTV
Finance Trending

PM કિસાન સન્માન નિધિ સ્કીમના રૂપિયા નથી મળ્યાં? તો આ હેલ્પલાઇન પર કરો સંપર્ક

PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ (PM Kisan Samman Nidhi Scheme)ના બીજા ચરણમાં મોદી સરકારે દેસના 3.36 કરોડ ખેડૂતોને પહેલા હપ્તાના 2-2 હજાર રૂપિયા આપી દીધાં છે. જો તમને હજુ સુધી આ સ્કીમના રૂપિયાના ન મળ્યાં હોય તો તમે પહેલાં પોતાના એકાઉન્ટન્ટ અને જિલ્લા કૃષિ અધિકારીનો સંપર્ક સાધો. જો ત્યાં તમારુ કામ ન થાય તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો. ત્યાં પણ કામ ન થાય તો મંત્રાલયના અન્ય નંબર (011-23381092) પર વાત કરો.

PM

PM કિસાન સન્માન નિધી સ્કીમનો લાભ મેળવવા માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન

જો તમને અત્યાર સુધી આ સ્કીમનો લાભ ન મળ્યો હોય તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઇને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. આ સુવિધા તમામ ખેડૂતો માટે શરૂ કરી દેવામાં આવી છે. તેનો હેતુ તમામ ખેડૂતોને સ્કીમ સાથે જોડવા અને રજીસ્ટર્ડ લોકોને સમય પર લાભ પહોંચાડવાનો છે. બીજા ચરણમાં આધાર વેરિફિકેશન જરૂરી છે.

PM કિસાન સન્માન નિધી સ્કીમમાં તમારુ સ્ટેટસ આ રીતે જાણો

જો તમે આ સ્કીમનો લાભ લેવા માટે એપ્લીકેશન કરી હોય અને અત્યાર સુધી બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા ન થયા હોય તો તમે તેનું સ્ટેટસ જાણી શકો છો કે આખરે કયા કારણસર આવુ બન્યું. પીએમ કિસાન પોર્ટલ પર જઇને કોઇપણ ખેડૂત પોતાનો આધાર,મોબાઇલ અને બેન્ક એકાઉન્ટ નંબર રજીસ્ટર કરાવીને તેના સ્ટેટસની જાણકાલી લઇ શકે છે.

PM

PM કિસાન સન્માન નિધી સ્કીમમાં કયા રાજ્યને કેટલો લાભ

એક ડિસેમ્બર 2019ના રોજ આ સ્કીમને એક વર્ષ પૂર્ણ થયું હતુ. તે બાદથી જ બીજા ચરણનો પહેલો હપ્તો મોકલવાનું કામ શરૂ થઇ ગયું હતુ. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યા અનુસાર બીજા ચરણના પહેલા હપ્તામાં સૌથી વધુ 96,19,948 લાભાર્થીઓ યુપીના છે. તેમાં મહારાષ્ટ્રના 25,07,619 લોકોને 2-2 હજાર રૂપિયા મળ્યા છે.

રાજસ્થાનના 19,19,762 ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા મોકલવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશના 31,35,640 ખેડૂતોને બીજા ચરણના રૂપિયા મોકલવામાં આવ્યા છે. જ્યારે તેલંગાણાના 22,91,010 ખેડૂતોને લાભ મળ્યો છે. બીજેપી સાશિત ગુજરાતમાં 26,26,491, હરિયાણામાં 10,01,515, હિમાચલમાં 5,41,118 અને આસામમાં 9,53,609 ખેડૂતોને 2-2 હજાર રૂપિયા મળ્યા છે.

PM કિસાન સન્માન નિધી સ્કીમમાં બીજા ચરણનો પહેલો હપ્તો મેળવવા માટેની શરતો

  • એમપી, એમએલએ, મંત્રી અને મેયરને આ લાભ નહી મળે, ભલે તે ખેડૂત હોય.
  • કેન્દ્ર કે રાજ્ય સરકારમાં અધિકારી તથા 10 હજારથી વધુ પેન્શન મેળવતા ખેડૂતોને લાભ નહી મળે.
  • વ્યવસાયી, ડોક્ટર, એન્જિનિયર, સીએ, વકીલ, આર્કિટેક્ટ, જે ખેતી પણ કરતાં હોય તેને લાભ નહી મળે.
  • ગત નાણાકીય વર્ષમાં ઇનકમ ટેક્સ ચુકવનાર  લાભથી વંચિત રહેશે.
  • જો કે કેન્દ્ર અને રાજ્ય સરકારના મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ ફોર્થ ક્લાસ/ ગ્રુપ ડી કર્મચારીઓને લાભ મળશે.

PM કિસાન સન્માન નિધી સ્કીમ :સરકારે લૉન્ચ કરી નવી એપ

સરકારે ખેડૂતો માટે એક સુનિશ્વિત રોકડ સહાયતા આપતી કેન્દ્રની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સાથે જોડાવું વધુ સરળ બનાવી દીધું છે. પીએમ કિસાન યોજનાની પ્રથમ વર્ષગાંઠ પર વિશેષ મોબાઇલ એપ સોમવારે લૉન્ચ કરવામાં આવી હતી. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ એપ લૉન્ચ કરતાં કહ્યું કે આ યોજના ખેડૂતોની આવક બમણી કરવાના ટાર્ગેટમાં સહાયક છે. તેના અંતર્ગત વર્ષમાં પ્રત્યેક પાત્ર ખેડૂતને ત્રણ હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયા ઉપલબ્ધ કરવવામાં આવે ચે.

પીએમ-કિસાન યોજનાની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ ઉત્તરપ્રદેશમાં કરવામાં આવી હતી. પશ્વિમ બંગાળ સિવાય તમામ રાજ્યો આ યોજનાને લાગુ કરી રહ્યાં છે. સરકારી આંકડાઓ અનુસાર અત્યાર સુધી 14 કરોડ ખેડૂતોના લક્ષ્યની સરખામણીમાં 9.74 કરોજ ખેડૂતોએ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારી આંકડાઓ અનુસાર, રાજ્ય સરકારોની તપાસ બાદ 14 કરોડમાંથી અત્યાર સુધી 8.45 કરોડ ખેડૂતોને તેના ભાગની રકમ ચુકવવામાં આવી છે.

કેવી રીતે કામ કરશે આ એપ

મોબાઇલ એપને લૉન્ચ કરતી વખતે મંત્રીએ કહ્યું કે યોજનાને સરળતાથી વ્યાપક સ્તર સુધી પહોંચાડવા માટે એપ વિકસિત કરવામાં આવી છે. આ વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી કરવાના ટાર્ગેટને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કેસ આ મોબાઇલ એપનો ઉપયોગ કરીને કિસાન યોજના અંતર્ગત પોતાની ચુકવણીની સ્થિતિ, આધાર કાર્ડ અનુસાર સાચુ નામ, રજીસ્ટ્રેશન સ્ટેટસ, અને યોજનાની પાત્રતા તથા હેલ્પલાઇન નંબર વગેરેની જાણકારી લઇ શકો છો.

પહેલાંથી જ છે પોર્ટલ

મોબાઇલ એપને રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા વિકસિત અને ડિઝાઇન કરવામાં આવી છે. પહેલાથી જ પીએમ-કિસાન યોજના પર એક પોર્ટલ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટે છે. આ રજીસ્ટ્રેશન ખેડૂતોના ખાતામાં સીધો લાભ ટ્રાન્સફર કરવા માટે એન્ડ-ટુ-એન્ડ ટેક્નોલોજી સમાધાન પૂરુ પાડે છે.

પોર્ટલ પર ખેડૂતોનું પણ એક સ્થાન છે, જ્યાં તે પોતે અથવા સામાન્ય સેવા કેન્દ્રોની મદદથી પોતાની રિકવેસ્ટ ઓનલાઇન રજીસ્ટર કરાવી શકે છે અને પોતાની રિકવેસ્ટનું સ્ટેટસ પણ ચેક કરી શકે છે અથવા તો આધાર વગેરેનું નામ સુધારી શકે છે.

Read Also

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV