GSTV
AGRICULTURE

પીએમ ખેડૂત યોજન માટે લાયક ખેડૂત છે કે નહીં તે જાણવા માટે શું કરવું જોઈએ

દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ હેઠળ શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોના લોકો તેમની સાથે જોડાયેલા છે. દેશમાં આવાસ, રોજગાર, શિક્ષણ, પેન્શન, રાશન જેવી અનેક પ્રકારની યોજનાઓ ચાલી રહી છે. આમાંના કેટલાક રાજ્ય સરકારો અને કેટલાક કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લો. આ યોજના હેઠળ ખેડૂતોને દર ચાર મહિને 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે વર્ષમાં કુલ 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. 17મી ઓક્ટોબરે ખેડૂતોના બેંક ખાતામાં 12મો હપ્તો પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ ઘણાં ખેડૂતો એવા છે જેમને હપ્તાનો લાભ મળ્યો નથી. જો તમે પણ આ યાદીમાં છો, તો તમારા માટે એ જાણવું અગત્યનું બની જાય છે કે તમે આ યોજના માટે અયોગ્ય છો કે નહીં. તો આવો જાણીએ આને તપાસવાની પદ્ધતિ શું છે.

ખેડૂત યોગ્ય છે કે નહીં, આવી રીતે શકો છો ચેક

સ્ટેપ 1

જો તમે પણ જાણવા માગો છો કે તમે પીએમ ખેડૂત યોજના માટે યોગ્ય છો કે અયોગ્ય છો તો આ માટે તમારે પહેલા યોજનાના સત્તાવાર પોર્ટલ pmkisan.gvo.in પર જવું પડશે.

સ્ટેપ 2

ત્યારબાદ તમે નીચે તરફ જશો તો તમને ‘બેનિફિશિયરી સ્ટેટસ’નું ઓપ્શન જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું છે. હવે તમારી સામે એક નવી સ્ક્રીન ખુલશે.

સ્ટેપ-3

પછી તમારે તમારો મોબાઈલ નંબર અથવા પછી યોજનાનો રજિસ્ટ્રેશન નંબર અહીયા દાખલ કરવાનો છે. હવે સ્ક્રીન પર આપેલો કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરી શકો છો.

સ્ટેપ 4

આ પછી તમે જોશો કે તમને સ્ટેટસ દેખાશે. અહીં તમારે યોગ્યતા વાળા વિકલ્પમાં જોવાનું છે કે જો ‘નો’ લખેલું હોય તો તેનો અર્થ એ છે કે તમે પીએમ ખેડૂત યોજના માટે અયોગ્ય છો.

READ ALSO

Related posts

ભારતમાં વિના મૂલ્યે ઉગતી આ શાકભાજીની વિદેશમાં છે ભારે માંગ, 30 હજાર રૂપિયા પ્રતિ કિલો સુધી છે કિંમત

Akib Chhipa

હવે હવામાં થશે ફળ, શાકભાજી અને મસાલાની ખેતી, જાણો શું છે એરોપોનિક્સ ટેકનિક

Kaushal Pancholi

આ રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે આટલા લાખ સુધીની લોન મળશે

Kaushal Pancholi
GSTV