GSTV
Business Trending

ફાયદાની વાત / જો-જો ક્યાંક અટકી ના જાય તમારો પીએમ કિસાનનો 9મો હપ્તો, જાણી લો આ ખાસ બાબતો નહીં તો….

કિસાન

જો તમારું નામ પીએમ કિસાન સમ્માન નિધિના લાભાર્થીના રૂપમાં દાખલ છે અને જો તમે આગામી હપ્તાની રાહ જોઇ રહ્યાં છો તો આ સમાચાર ખાસ તમારી માટેના જ છે. જો તમારા ખાતામાં એપ્રિલ-જુલાઇના 2000 રૂપિયાનો હપ્તો નથી મોકલવામાં આવ્યો તો બની શકે છે કે તમારા ડોક્યુમેન્ટમાં કોઇ ઉણપ હોવાને કારણે આ અડચણ ઉત્પન્ન થઇ છે.

PM Kisan Samman Nidhi yojna

જેમ કે બની શકે કે તમારું આધાર, એકાઉન્ટ નંબર અને બેંક એકાઉન્ટ નંબરમાં કંઇક ખોટું હોય. જો આવું થયું તો તમારા એકાઉન્ટમાં આવનાર હપ્તા પણ નહીં મોકલવામાં આવે. આવી ભૂલને તમે ઘરે બેઠા જ સુધારવામાં સક્ષમ છો. એ માટે તમારે કોમન સર્વિસ સેન્ટર (CSC) સુધી જવાની આવશ્યકતા નથી. તો અહીં અમે તમને જણાવીશું કે આ માટેનો શું છે સરળ રસ્તો કે જેનાથી તમને પરેશાની ના થાય.

PM Kisan Samman Nidhi yojna
  • PM-Kisan Scheme ની ઓફિશીયલ વેબસાઇટ (https://pmkisan.gov.in/) ને પોતાના કમ્પ્યુટર પર ઓપન કરી લો.
  • તેના ફોર્મર કોર્નરની અંદર જઇને Edit Aadhaar Details વિકલ્પ પર ક્લિક કરો.
  • અહીં તમારો આધાર નંબર દાખલ કરો અને ત્યાર બાદ એક કેપ્ચા કોડ નાખીને સબમિટ કરીને કામ કરો.
  • જો તમારું માત્ર નામ ખોટું દાખલ છે એટલે કે, એપ્લિકેશન અને આધારમાં જે તમારું નામ છે તે બંને જો અલગ-અલગ છે તો તમારે તેને ઓનલાઇન બરાબર કરવામાં સક્ષમ છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV