GSTV
Business India News Trending

PM Kisan/ આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, ફટાફટ આ રીતે લિસ્ટમાં ચેક કરી લો તમારુ નામ

કિસાન

પીએમ કિસાન યોજનામાં ખાતા ધરાવતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. જો તમે પણ 2000 રૂપિયાની રાહ જોઈ રહ્યા છો, તો તમારી રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રૂપિયા સરકાર દ્વારા સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ચાલો તમને જણાવી દઈએ કે નવમો હપ્તો ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવનાર છે, તો તમારે ફટાફટ લિસ્ટમાં તમારું નામ ચેક કરી લેવુ જોઈએ કે તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં-

અત્યાર સુધીમાં દેશના 10.90 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળ્યો છે. 137192 કરોડ સરકાર દ્વારા જારી કરવામાં આવ્યા છે. સરકારે અત્યાર સુધીમાં લાભાર્થીઓના ખાતામાં 8 હપ્તા ટ્રાન્સફર કર્યા છે. 8 મા હપ્તામાં, સરકારે લગભગ 9.5 કરોડ ખેડૂતો માટે 20 હજાર કરોડ રૂપિયા જારી કર્યા હતા.

કિસાન

આ રીતે લિસ્ટમાં તમારું નામ ચેક કરો

 1. સૌ પ્રથમ તમારે PM કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmkisan.gov.in પર વિઝિટ કરવુ પડશે.
 2. તેના હોમપેજ પર, તમને Farmers Cornerનો વિકલ્પ દેખાશે.
 3. Farmers Corner સેક્શનમાં, તમારે Beneficiaries List વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
 4. પછી તમારે ડ્રોપ ડાઉન સૂચિમાંથી રાજ્ય, જિલ્લા, પેટા જિલ્લા, બ્લોક અને ગામ સિલેક્ટ કરવું પડશે.
 5. આ પછી તમારે Get Report પર ક્લિક કરવાનું રહેશે. આ પછી લાભાર્થીઓની સંપૂર્ણ યાદી દેખાશે, જેમાં તમે તમારું નામ ચેક કરી શકો છો.

કેવી રીતે નક્કી થાય છે નામ

જમીનના રેકોર્ડ તપાસ્યા બાદ, ખેડૂતો દ્વારા અરજીમાં અટેચ કરેલા જમીનના દસ્તાવેજો તપાસવામાં આવે છે. જો આ સાચું જણાય તો ખેડૂતોના નામ કિસાન સન્માન નિધિ પોર્ટલ પર લાભાર્થીઓની યાદીમાં ઉમેરવામાં આવે છે. પોર્ટલ પર ખેડૂત પરિવારનું નામ નોંધાવવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની છે. લાભાર્થીઓની યાદીમાં નામ નોંધાયા બાદ જ પીએમ સમ્માન યોજનાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

ખેડૂતો

આ લોકોને નથી મળતો ફાયદો

જણાવી દઇએ કે સરકારી કર્મચારીઓ અથવા આવકવેરો ભરતા ખેડૂતોને પાત્ર ગણવામાં આવતા નથી. આ સિવાય 10 હજાર રૂપિયાથી વધુ પેન્શન મેળવતા ડોકટરો, એન્જિનિયરો, સીએ અને કર્મચારીઓ પણ આ યોજનામાં જોડાઈ શકતા નથી.

આ નંબરો પર ફરિયાદ કરો

તમને જણાવી દઈએ કે મોદી સરકારની આ સૌથી મોટી ખેડૂત યોજના છે, તેથી ખેડૂતોને ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. આમાં એક હેલ્પલાઇન નંબર છે. જેના દ્વારા દેશના કોઈપણ હિસ્સાનો ખેડૂત સીધો કૃષિ મંત્રાલયનો સંપર્ક કરી શકે છે.

 • પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
 • પીએમ કિસાન હેલ્પલાઇન નંબર: 155261
 • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
 • પીએમ કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
 • પીએમ કિસાનની અન્ય એક હેલ્પલાઇન છે: 0120-6025109
 • ઈ-મેલ આઈડી: [email protected]

યોજના 2019 માં શરૂ થઈ

મોદી સરકારે 24 ફેબ્રુઆરી 2019 ના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકાર નાના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા ત્રણ હપ્તામાં આપે છે. પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 લી એપ્રિલથી 31 જુલાઈ સુધી અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 મી નવેમ્બર સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

Read Also

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

Hardik Hingu

Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી

GSTV Web Desk
GSTV