GSTV

PM Kisan : જાણો ક્યાં અટક્યા છે તમારા પૈસા, 9 કરોડ 30 લાખથી વધુ ખેડૂતોને મળી ગયો છે ડિસેમ્બર-માર્ચનો હપ્તો

ખેડૂતો
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ડિસેમ્બર-માર્ચનો હપ્તો જાહેર થઈ ચૂક્યો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા હવે 11 કરોડ 50 લાખ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 9 કરોડ 30 લાખથી વધુ ખેડૂતોને 2-2 હજાર રૂપિયાનો હપ્તો મળી ચૂક્યો છે. તેમ છતાં, જો પૈસા તમારા ખાતામાં પહોંચતા નથી, તો તેનું સૌથી મોટું કારણ કેટલીક નાની ભૂલો છે. ઉદાહરણ તરીકે, કોઈની અરજીમાં લખેલું નામ આધાર સાથે મળતું ન હોય અથવા બેંક ખાતાને નામ મળતું નથી. કોઈએ આધાર નંબર યોગ્ય રીતે દાખલ કર્યો નથી અથવા બેંકના આઈએફએસસી કોડમાં ભૂલ કરી હોય. 
 
કિસાન
આ મામૂલી ભૂલને કારણે લગભગ લાખો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ હપ્તા નથી પહોંચ્યા હોય. જો તમે આ તમે પણ આ ખેડૂતોમાંથી છો તો આ ભૂલને હાલ જ સુધારી લ્યો. એના માટે તમારે ક્યાંય જાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ મોબાઈલથી ભૂલ સુધારી શકો છો. જો તમે પીએમ ખેડૂત એપ ડાઉનલોડ કરી છે. તો ભૂલ સુધારવી સરળ રહેશે. તો આવો જાણીએ કેવી રીતે ભૂલ સુધારવી. 
-      PM-Kisan Schemeની ઓફિશિયલ વેબસાઈડ (https://pmkisan.gov.in/) પર જાવ. તેના ફોર્મર કોર્નર પર જઈ Edit Aadhhar Details ઓપ્શન પર ક્લિક કરો. 
-      અહીં તમારો આધાર નંબર દાખલ કરો. ત્યારબાદ એક કેપ્ચ કોડ નાખી સબમિટ કરો. 
-      જો માત્ર તમારું નામ જ ખોટું હોય એટલે કે એપ્લિકેશન અને આધારમાં જે તમારું નામ છે એ બન્ને અલગ અલગ હોય તો તમે આને ઓનલાઈન સુધારી શકો છે.
-      જો કોઈ બીજી ભૂલ હોય તો તેને તમે લેખપાલ અને કૃષિ વિભાગ કાર્યાલયમાં સંપર્ક કરો. 
 

જો પછી પણ પૈસા ન મળે તો શું કરવું

જો આવેદન કર્યા બાદ પણ પૈસા ન મળે તો કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જાહેર કરાયેલ હેલ્પલાઈન નંબર 155261 અથવા તો 1800115526 પર સંપર્ક કરો. ત્યાં પણ કામ ન થાય તો મંત્રાલયના બીજા નંબર 011-23381092 પર પણ વાત કરી શકો છો. જણાવી દઈએ કે, 25 ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીએ 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા મોકલ્યા છે.

READ ALSO

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ

Bansari

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!