ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની આઠમો હપ્તો જલ્દી જાહેર થવાનો છે. સરકાર માર્ચના અંત પીએમ ખેડૂતોનો 8મો હપ્તો જાહેર કરી શકે છે. 20 ડિસેમ્બર 2020ને આ યોજનાનો સાતમો હપ્તો જાહેર કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ જરૂરિયાતમંદ ખેડૂતોને વર્ષના 6 હજાર રૂપિયા તેમના ખાતામાં ડાયરેક્ટ ટ્રાંસફર કરવામાં આવે છે.

ખેડૂતોને 3 હપ્તામાં મળે છે રકમ
આ રકમ વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. 2-2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોને આ રકમ મળે છે. એટલે દર ચાર મહીનામાં ખેડૂતોના ખાતામાં પૈસા નાખતા હોય છે. પ્રથમ હપ્તો એપ્રિલ-જુલાઈ માટે આપવામાં આવે છે. બીજો હપ્તો ઓગષ્ટ- નવેમ્બર દરમિયાન આપવામાં આવે છે અને ત્રીજી હપ્તો ડિસેમ્બર-માર્ચમાં જાહેર કરવામાં આવે છે.
આ રીતે ચેક કરો PM KISAN માં પોતાનું સ્ટેટસ
જો તમે પણ આ સ્કીમ હેઠળ લાભાર્થી છે અને તમને જાણવાનું છે કે, તમને 8માં હપ્તામાં જાહેર થનારી રકમ મળશે અથવા નહી, તો મોટી સરળતાથી પોતાનું નામ સરકારની યાદીમાં ચેક કરી શકો છો.

- પ્રથમ પીએમ કિસાન (PM Kisan)ની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાવ.
- અહીંયા તમને રાઈટ સાઈડ પર ‘Farmers Corner’ નો વિકલ્પ મળશે.
- અહીંયા ‘Beneficiary Status’ના ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ નવુ પેજ ખુલી જશે.
- નવા પેજ પર આધાર નંબર, બેન્ક ખાતા સંખ્યા અથવા મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરો. આ ત્રણેય નંબર થકી તમે ચેક કરી શકો છો કે, તમારા એકાઉન્ટમાં પૈસા આવ્યા કે નહીં.
- તમે જે વિકલ્પની પસંદગી કરી છે. તેનો નંબર મોકલી દો. ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
- તેના પર ક્લિક કરતા જ તમારે બધા ટ્રાંજેક્શનની જાણકારી મળી જશે. એટલે ક્યો હપ્તો ક્યારે તમારા ખાતામાં આવ્યો અને ક્યાં બેન્ક એકાઉન્ટમાં ક્રેડિટ થયો.
- આઠમા હપ્તા સાથે જોડાયેલી જાણકારી પણ તમને આ જગ્યા પર મળી જશે.
- જો તમારે FTO is generated and Payment confirmation is pending લખેલુ દેખાઈ રહ્યું છે તો તેનો મતલબ છે કે, ફંડ ટ્રાંસફરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ હપ્તો કેટલાક દિવસોમાં તમારા ખાતામાં આવી જશે.
મોબાઈલ એપ થકી પણ કરો ચેક
PM KISAN માટે મોબાઈલ એપ પણ છે. તેને ડાઉનલોડ કરો ફરી બધી જાણકારીઓ ભર્યા બાદ તમે હંમેશા પોતાના સ્ટેટસને લઈને અપડેટ રહેશો.
READ ALSO
- મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો
- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી
- Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો
- Viral Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો
- Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ