GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/ PM કિસાનના લાભાર્થીઓનું ઘરે બેઠા જુઓ લિસ્ટ : ગામમાં કોને-કેટલો મળ્યો હપ્તો અને કોણ રહી ગયું, આ રીતે કરો ચેક

PM કિસાન

Last Updated on January 25, 2021 by Karan

PM કિસાન સમ્માન નિધિ યોજનાથી 24 જાન્યુઆરી 2021 સુધી 11.52 કરોડ ખેડૂત જોડાઈ ચૂક્યા છે. ડિસેમ્બર-માર્ચનો હપ્તો 9 કરોડ 41 લાખ 90 હજાર 188 ખેડૂતોના ખાતામાં 2-2 હજાર રૂપિયામાં પહોંચી ચૂકી છે. જો આ હિસાબથી જોઈએ તો અત્યારે પણ લગભગ બે કરોડથી વધારે ખેડૂતોને ડિસેમ્બર-માર્ચના હપ્તાની રાહ છે. જણાવી દઈએ કે, મોદી સરકાર વર્ષના 6 હજાર રૂપિયા ખેડૂતોને ત્રણ હપ્તામાં આપે છે. દર વર્ષની પ્રથમ હપ્તાથી જુલાઈ, બીજો હપ્તો, ઓગષ્ટથી નવેમ્બર અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ સુધી આવે છે. આ વર્ષનો ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી આવવાનું શરૂ થઈ ગયુ છે. જો તમારો હપ્તો પણ ક્યાંક ફસાઈ ગયો છે તો તમે પોતાની જ નહી આખા ગામની યાદી પોતાના મોબાઈલ પર જોઈ શકો છો કે, કોને કેટલો હપ્તો મળ્યો અને શા માટે રોકાયો છે….

આ રીતે જોઈ શકશો કોને-કોને મળી રહ્યા છે પૈસા

યોજના હેઠળ રજિસ્ટર્ડ 11 કરોડ 52 લાખ ખેડૂતોમાં ઘણા બધા એવા છે, જેમનો હપ્તો આવી રહ્યો નથી. તેના કારણે તમારા આધારની ફીડિંગ, આધાર કાર્ડ પર નામ અને બેન્ક ખાતાના નામમાં ગરબડી, આધાર ઓથેન્ટિકેશનનું ફેલ થવું જેવા કારણ હોઈ શકે છે. તમે ઈચ્છો તો આ કારણોનું ઘર બેઠા જ સરળતાથી જાણ લગાવી શકો છો. તમે PM Kisan પોર્ટલ પર જઈને આખા ગામની યાદી પણ જોઈ શકો છો. અહીંયા તમને ખબર પડી જશે કે, ક્યાં-ક્યાં લોકોના ખાતામાં પૈસા આવી રહ્યા છે. કોણ કેટલો હપ્તો લઈ ચૂક્યો છે અને કોના ખાતામાં ગરબડી છે. તો આવો જાણીએ તે સરળ સ્ટેપ, જેનાથી તમે ઘર બેઠા સરળતાથી કરી શકો છો…

 • સૌ પ્રથમ તમે https://pmkisan.gov.in/ પોર્ટલ પર જાવ.
 • અહીંયા  Payment Success ટેબની નીચે ભારતનો નકશો દેખાશે.
 • તેની નીચે Dashboard લખેલું હશે, તેને ક્લિક કરો.
 • તેના પર ક્લિક કરતા જ તમારે એક નવું પેજ ખુલ્લુ મળશે.
 • અહીંયા Village Dashboard નું પેજ છે, અહીંયા તમે પોતાના ગામની સંપૂર્ણ માહિતીને લઈ શકો છો.
 • સૌ પ્રથમ સ્ટેટ સિલેક્ટ કરો, ત્યારબાદ પોતાનો જિલ્લો, બાદમાં તાલુકો અને પચી ગામ.
 • ત્યારબાદ શો બટન પર ક્લિક કરો, ક્લિક કર્યા બાદ તમને કંઈક આ રીતે દેખાશે.
 • ત્યારબાદ તમે જેના વિશે જાણવા માગો છો, તે બટન પર ક્લિક કરો, આખી માહિતી તમારી સામે હશે.
 • Village Dashboard ની નીચે ચાર બટન દેખાશે, જો તમારે એ જાણવું છે કે, કેટલા ખેડૂતોનો ડેટા પહોચ્યો છે તો, Data Received પર ક્લિક કરો, જેમનો પેડિંગ છે, તો બીજાવાળા બટન પર ક્લિક કરો.

જો તમે આ યોજના હેઠળ પોતાનું નામ રજિસ્ટર કરાવી ચૂક્યા છો તો, ઘરે બેઠા પીએમ કિસાન સમ્માન નિધીની તાજી યાદીમાં તમારું નામ ચેક કરી શકો છો. આ યાદીમાં નામ ચેક કરવાની રીત ખૂબ જ સરળ છે.

લિસ્ટમાં ઓનલાઈન જોવા માટે સરળ સ્ટેપ

 • વેબસાઈટ pmkisan.gov.in પર જાવ.
 • હોમ પેજ પર મેન્યૂ બાર જુઓ અને અહીંયા ‘ફાર્મર કોર્નર’ પર જાવ.
 • અહીંયા ‘લાભાર્થી યાદી’ ની લિંક પર ક્લિક કરો.
 • ત્યારબાદ પોતાનું રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામનું વિવરણ દાખલ કરો.
 • આટલુ ભર્યા બાદ Get Report પર ક્લિક કરો અને મેળવો સંપૂર્ણ યાદી.

આ રીતે જાણો તમને અત્યાર સુધી કેટલા હપ્તા મળ્યા

 • પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ https://pmkisan.gov.in/ પર જાવ.
 • અહીંયા તમારે રાઈટ સાઈડ પર ‘Farmers Corner’ નો વિકલ્પ મળશે.
 • અહીંયા ‘Beneficiary Status’ ના ઓપ્શન પર ક્લિક કરો. અહીંયા નવુ પેજ ખુલી જશે.
 • નવા પેજ પર આધાર નંબર, બેન્ક ખાતા સંખ્યા અને મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરો.
 • તમે જે વિકલ્પની પસંદગી કરી છે, તેમનો નંબર મોકલો. ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
 • અહીંયા ક્લિક કર્યા બાદ તમારે બધા ટ્રાંજેક્શનની જાણકારી મળી જશે. એટલે ક્યો હપ્તો ક્યારે તમારા ખાતામાં આવે અને ક્યાં બેન્ક એકાઉન્ટમાં ક્રેડિટ થઈ હતી.

આગામી હપ્તામાં જોડાયેલી જાણકારી પણ તમને અહીંયા મળી જશે.

જો તમારે ‘FTO is generated and Payment confirmation is pending’ લખેલુ દેખાઈ રહ્યું છે તો, તેનો મતલબ છે કે, ફંડ ટ્રાંસફરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ હપ્તો થોડા જ દિવસમાં તમારા ખાતામાં ટ્રાંસફર થઈ જશે.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કાર્યવાહી / અમદાવાદની ધ મેટ્રોપોલ હોટલ પર અધિકારીઓના દરોડા, આટલાં લાખ રૂપિયાની વેટચોરી પકડાઇ

Dhruv Brahmbhatt

દહેશત/ત્રીજી લહેર માટે જવાબદાર બનશે કોરોનાનો ડેલ્ટા વેરિયેન્ટ, વિચારી પણ નહીં શકો એક જ સપ્તાહમાં નોંધાયા એટલા કેસ

Bansari

રિઝલ્ટથી સંતોષ ન હોય તેવા ધો. 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા મુદ્દે રાજ્ય સરકાર અસ્પષ્ટ, પરિણામની ફોર્મ્યુલા અગાઉ જાહેર કરી દેવાઇ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!