GSTV
Business Trending

ખેડૂતો ખાસ વાંચો/ કિસાન યોજનામાં વાર્ષિક હપ્તા સાથે દર મહિને મળશે 5000 રૂપિયા પેન્શન, ફટાફટ ઉઠાવો લાભ

ખેડૂતો

PM Kisan scheme/PM kasan maandhan pension scheme: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજનામાં, 2,000 ના ત્રણ હપ્તા એટલે કે 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતો માટે પેન્શનની સુવિધા પીએમ કિસાન માનધન પેન્શન યોજનાના રૂપમાં પણ છે. જો તમે પીએમ કિસાનમાં ખાતાધારક છો, તો આનો લાભ લેવા માટે તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેશે નહીં. તમારુ સીધુ રજીસ્ટ્રેશન પીએમ કિસાન માનધન યોજનામાં પણ કરવામાં આવશે. ચાલો આ યોજનાની વિશેષતાઓ અને લાભો જાણીએ.

શું છે પીએમ કિસાન માનધન યોજના

પીએમ કિસાન માનધન યોજનાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 60 વર્ષની ઉંમર બાદ આ યોજના હેઠળ પેન્શનની જોગવાઈ છે. 18 થી 40 વર્ષ સુધીનો કોઈપણ ખેડૂત આ યોજનામાં રોકાણ કરી શકે છે. આ અંતર્ગત ખેડૂતને 5000 રૂપિયા સુધીનું માસિક પેન્શન મળે છે.

ગેરેન્ટીડ પેન્શન મળશે

આ યોજનામાં, રજીસ્ટર્ડ ખેડૂતને વય અનુસાર માસિક રોકાણ પર 60 વર્ષની ઉંમર પછી ઓછામાં ઓછું 3000 રૂપિયા અથવા વાર્ષિક 36,000 રૂપિયાનું વાર્ષિક ગેરંટીડ પેન્શન મળશે. આ માટે માસિક રોકાણ 55 રૂપિયાથી 200 રૂપિયા સુધી કરી શકાય છે. પીએમ કિસાન માનધનમાં ફેમિલી પેન્શનની જોગવાઈ પણ છે. ખાતાધારકના મૃત્યુ પર, તેના જીવનસાથીને 50 ટકા પેન્શન મળશે. ફેમિલી પેન્શનમાં માત્ર જીવનસાથીનો સમાવેશ થાય છે.

PM કિસાન લાભાર્થીને કેવી રીતે લાભ થશે?

પીએમ કિસાન યોજના હેઠળ, સરકાર પાત્ર ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. આ રકમ સીધી ખેડૂતના ખાતામાં રજૂ કરવામાં આવે છે. જો તેના ખાતાધારકો પેન્શન યોજના PM કિસાન માનધનમાં ભાગ લે છે, તો તેમનુ રજીસ્ટ્રેશન સરળતાથી થઈ જશે. ઉપરાંત, જો ખેડૂત આ વિકલ્પ પસંદ કરે છે, તો પેન્શન યોજનામાં દર મહિને કપાતું યોગદાન પણ આ 3 હપ્તામાં પ્રાપ્ત થતી રકમમાંથી કાપવામાં આવશે. એટલે કે, આ માટે પીએમ કિસાન ખાતાધારકે ખિસ્સામાંથી પૈસા રોકવા પડશે નહીં.

ખેડૂતો

કેટલુ રોકાણ કરવુ પડશે?

પીએમ કિસાન માનધન પેન્શન યોજનામાં, તમારે દર મહિને ઓછામાં ઓછા 55 અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સંદર્ભમાં, એક વર્ષમાં, તમારે મહત્તમ 2400 રૂપિયા અને ઓછામાં ઓછા 660 રૂપિયા ચૂકવવા પડશે. રૂ. 6 હજારમાંથી 2400 નું મહત્તમ યોગદાન બાદ કરવામાં આવે તો પણ, સમ્માન નિધિના 3600 રૂપિયા તમારા ખાતામાં બચશે. અને પછી 60 વર્ષની ઉંમરે, તમને દર મહિને 3 હજાર પેન્શનનો લાભ મળવા લાગશે. આ સાથે 2000 ના 3 હપ્તા પણ વાર્ષિક આવતા રહેશે.

Read Also

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV