GSTV
Business Trending

પીએમ કિસાન/ શું તમારા સ્ટેટસ પર લખેલું છે Waiting for approval by state? જાણો શું છે તેનો અર્થ

ખેડૂત

સરકારે PM કિસાન (PM Kisan Samman Nidhi Yojana) યોજના હેઠળ 10મો હપ્તો રજૂ કરવાની તારીખ નક્કી કરી છે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર, 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો જાહેર કરવાની યોજના બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કર્યા હતા. હવે એક મહિનો બાકી છે. તમારે એકવાર તમારું એકાઉન્ટ પણ ચેક કરવુ જોઈએ કે તમારા એકાઉન્ટમાં પણ Waiting for approval by state જેવો મેસેજ લખેલો છે કે નહીં. અમે તમને આ મેસેજનો અર્થ જણાવી રહ્યા છીએ કે તમને પૈસા મળશે કે નહીં..

કિસાન

આ રીતે ચેક કરો તમારુ સ્ટેટસ

મોદી સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. સરકારનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવક બમણી કરવાનો છે. તેથી, કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરે છે. સરકાર આ 6,000 રૂપિયા એક વર્ષમાં 3 હપ્તામાં આપે છે. એક હપ્તો 4 મહિનામાં આવે છે. 2,000 દરેક હપ્તામાં આપવામાં આવે છે.

શું તમારા ખાતામાં દેખાઈ રહ્યું છે આ સ્ટેટસ?

જો તમે પોર્ટલ પર તમારું સ્ટેટસ ચેક કરી રહ્યા છો અને તમને આગામી હપ્તા માટે Waiting for approval by state લખેલુ દેખાય છે, તો સમજી લો કે હપ્તો મેળવવામાં થોડો સમય છે. તમારા રાજ્યની સરકારે તમારા ખાતામાં 2000 રૂપિયાની રકમ મોકલવાની મંજૂરી આપી નથી. રાજ્ય સરકાર તમારા દ્વારા આપવામાં આવેલા ડોક્યુમેન્ટની તપાસ કરશે કે તરત જ કેન્દ્ર સરકાર તેને Rft Sign કરીને મોકલશે.

કિસાન

Rft Signed નો અર્થ શું છે

ઘણી વખત તમનેRft Signed by State for 1st, 2nd, 3rd, 4th, 5th 6th, 7th, 8th, 9th instalment લખેલુ મળશે. અહીં Rft નું ફુલ ફોર્મ Request For Transfer છે, તેનો અર્થ એ છે કે રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીનો ડેટા ચેક કરવામાં આવ્યો છે અને તે સાચો જણાયો છે. રાજ્ય સરકાર કેન્દ્રને લાભાર્થીના ખાતામાં પૈસા મોકલવા વિનંતી કરે છે.

આ રીતે ખાતામાં રૂપિયા થાય છે ટ્રાન્સફર

પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. પછી તે અરજી રાજ્ય સરકાર, તમારો રેવન્યુ રેકોર્ડ, આધાર નંબર અને બેંક એકાઉન્ટ નંબર દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. જ્યાં સુધી રાજ્ય સરકાર તમારા ખાતાને વેરિફાય ન કરે ત્યાં સુધી પૈસા આવતા નથી. જલદી રાજ્ય સરકાર વેરિફાય કરે છે, પછી FTO જનરેટ થાય છે. આ પછી, કેન્દ્ર સરકાર ખાતામાં પૈસા ટ્રાન્સફર કરે છે.

Read Also

Related posts

Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત

Binas Saiyed

રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી

Karan

ઇમરજન્સી ફંડ જરૂરિયાતના સમયે બની શકે છે મોટી મદદ! જાણો કેવી રીતે ભંડોળનો ઉપયોગ કરવો

Binas Saiyed
GSTV