PM Kisan: 1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કરશે. તેની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આ વખતે ખેડૂતોને લઇને સરકારનુ પૂરુ ફોકસ છે. ત્રણ કૃષિ કાયદાના પગલે દિલ્હીની સીમા પર થઇ રહેલા ખેડૂત આંદોલન વચ્ચે બજેટમાં સરકાર ખેડૂતોના હિતમાં અનેક મોટી ઘોષણાઓ કરી શકે છે. ખબર છે કે પીએમ કિસાનની 6000 રૂપિયા વાર્ષિક રકમને વધારવામાં આવી શકે છે.

સરકાર વધારી શકે છે 6 હજાર રૂપિયાની રકમ
કેન્દ્ર સરકાર કિસાન સમ્માન નિધિ અંતર્ગત મળતા 6 હજાર રૂપિયાના હપ્તામાં વધારો કરી શકે છે. આ વખતના બજેટમાં ખેડૂતોને સરકાર સમક્ષ માગ મૂકી છે કે આ રકમ ખેતી માટે પૂરતી નથી અને તેમાં વધારો કરવામાં આવે. નાણાકીય વર્ષ 2019-20 માટે બજેટ એસ્ટીમેટ આશરે 1.51 લાખ કરોડ રૂપિયા હતું જે આગામી નાણાકીય વર્ષ 2020-21માં વધીને આશરે 1.54 લાખ કરોડ રૂપિયા થઇ ગયુ.
આ ઉપરાંત ગ્રામીણ વિકાસ માટે ફાળવણી પણ 2019-20માં આશરે 1.40 લાખ કરોડ રૂપિયાની તુલનામાં 2020-21માં વધારીને 1.44 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવી. પીએમ કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત 2019-20માં 9682 કરોડથી વધારીને 2020-21માં 11,127 કરોડ રૂપિયા, પીએમ પાક વીમા યોજના અંતર્ગત 2019-20માં 14 હજાર કરોડ રૂપિયાથી વધારીને 2020-21માં 15,695 કરોડ રૂપિયા કરી દેવામાં આવી.

6 હજારથી વધારીને 10 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે રકમ
નિષ્ણાતોનું માનવુ છે કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ખુશ કરવાના હેતુથી નાણા મંત્રી નિર્મલા સીતારમણ આવનારા બજેટમાં તેમના હિતમાં નિર્ણય લઇ શકે છે. ખબર તે પણ છે કે સરકાર કિસાન સમ્માન નિધિની વાર્ષિક મળતી રકમ 6 હજારથી વધારીને 10 હજાર સુધી કરી શકે છે.

500 રૂપિયા મહિનાનો હપ્તો ઘણો ઓછો
સરકાર ખેડૂતોને 2000-2000ના ત્રણ હપ્તામાં વર્ષે 6,000 રૂપિયા આપે છે. એટલે કે મહિનામાં 500 રૂપિયા જ ખેડૂતોને મળે છે. ખેડૂતોનું કહેવુ છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે રકમ મળે છે તે પ્રતિ મહિના 500 રૂપિયા છે જે ઘણી ઓછી છે. 1 વીઘા ડાંગરનો પાક લેવામાં આશરે 3000થી 3500 રૂપિયાનો ખર્ચ થાય છે અને ઘઉંના પાકમાં આશરે 2000થી 2500 રૂપિયા ખર્ચ થાય છે. તેવામાં વધુ જમીન ધરાવતા ખેડૂતો માટે 6 હજાર રૂપિયા ખૂબ જ ઓછી મદદ છે. તેવામાં આ રકમમાં વધારો કરવો જોઇએ જેથી આ ખર્ચને પહોંચી શકાય.

ડિસેમ્બર 2018માં શરૂ કરવામાં આવી હતી યોજના
આ યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી અને તે અંતર્ગત વર્ષમાં ત્રણ વાર બે-બે હજારના હપ્તા રૂપે વર્ષે 6 હજાર રૂપિયા કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં મોકલે છે. આ ફાયદો તમામ ખેડૂતોને મળે છે. આ યોજના અંતર્ગત એપ્રિલ-જુલાઇ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચના સમયગાળામાં ખાતામાં પૈસા મોકલવામાં આવે છે. પીએમ-કિસાન સમ્માન નિધિ વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર આ યોજનાના 11.47 કરોડ લાભાર્થી છે.
Read Also
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે