GSTV

અગત્યનું/ ખેડૂતોને આગામી હપ્તા સાથે મળશે અગાઉનો અટવાયેલો હપ્તો, બસ કરવું પડશે આ એક કામ

કિસાન

Last Updated on September 16, 2021 by Bansari

જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને તમને અગાઉનો હપ્તો મળ્યો નથી, તો ટેન્શન લેવાની જરૂર નથી. તમે તમારી બાકી હપ્તાની રકમ સરળતાથી મેળવી શકો છો. જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અનુસાર, જો કોઈ ખેડૂતનું નામ લાભાર્થીઓની યાદીમાં સમાવવામાં આવ્યું હોય અને કોઈ કારણસર હપ્તો અટવાયેલો હોય, તો પછી આગામી હપ્તા સાથે , અગાઉના હપ્તાના નાણાં પણ મળી જશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM KISAN) ની રકમ બમણી કરવા પર વિચાર કરી રહી છે. જો આવું થાય તો ખેડૂતો દર વર્ષે 6000 રૂપિયાને બદલે ત્રણ હપ્તામાં 12000 રૂપિયા મેળવી શકે છે. અત્યાર સુધીમાં 12.14 કરોડ ખેડૂત પરિવારો આ યોજના હેઠળ જોડાઇ ચુક્યા છે.

ખેડૂતો

ઘણા ખેડૂતોને નથી મળ્યો 9 મો હપ્તો

તમને જણાવી દઈએ કે એવા ઘણા ખેડૂતો છે જે પીએમ કિસાન સન્માન નિધિનો 9 મો હપ્તો મેળવી શક્યા નથી. અથવા તેનો હપ્તો ક્યાંક અટકી ગયો. જો કોઈ ખેડૂતનું નામ લાભાર્થીની યાદીમાં સમાવવામાં આવ્યું હોય અને કોઈ કારણસર હપ્તો અટવાયેલો હોય, તો આગલા હપ્તા સાથે અગાઉના હપ્તાનાં નાણાં પ્રાપ્ત થશે. જોકે, આ માટેની શરત એ છે કે ખેડૂતે પોતાની અરજીમાં રહેલી ભૂલો સુધારી લીધી હોય. ખેડૂતોના ખાતામાં હપ્તાની રકમ ન પહોંચવાનું સૌથી મોટું કારણ આધાર, ખાતા નંબર, બેંક ખાતા નંબરમાં ભૂલ છે. આવી સ્થિતિમાં, તમે પીએમ કિસાન યોજનાના ઓફિશિયલ પોર્ટલ પર જઈને તેને સુધારી શકો છો. જણાવી દઇએ કે આ માટે તમારે pmkisan.gov.in/Grievance.aspx ની મુલાકાત લેવી પડશે.

30 સપ્ટેમ્બર સુધીમાં આગામી હપ્તા માટે રજીસ્ટ્રેશન કરાવો

આગામી હપ્તા માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 છે. જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં 2000 રૂપિયા ખાતામાં આવશે. આ પછી, ડિસેમ્બરમાં પણ તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો આવશે. એટલે કે, જો તમે 4000 રૂપિયા મેળવવા માંગતા હો, તો તમારી પાસે 30 સપ્ટેમ્બર સુધી મોટી તક છે.

ખેડૂતો

આ રીતે કરાવો રજીસ્ટ્રેશન

  • તમારે પહેલા PM કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જવું પડશે.
  • હવે Farmers Corner પર જાઓ.
  • અહીં તમારે ‘New Farmer Registration’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારે આધાર નંબર દાખલ કરવો પડશે.
  • આ સાથે, કેપ્ચા કોડ દાખલ કરીને રાજ્યની પસંદગી કરવી પડશે અને પછી પ્રક્રિયાને આગળ ધપાવવી પડશે.
  • આ ફોર્મમાં તમારે તમારી સંપૂર્ણ વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
  • આ સાથે બેંક ખાતાની વિગતો અને ખેતર સંબંધિત માહિતી ભરવાની રહેશે.
  • તે પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો.

Read Also

Related posts

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari

Stock Market Closed / શેરબજારમાં જબરદસ્ત તેજી; સેન્સેક્સ 776 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 17400ના સ્તરે

Vishvesh Dave

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!