GSTV
Business Trending

ખુશખબર/ ખેડૂતોને 10મા હપ્તામાં 2000ના બદલે મળશે 4000 રૂપિયા, ફટાફટ જાણો શું કરવું પડશે

કિસાન

પીએમ કિસાન લાભાર્થીઓ માટે ખુશ ખબર છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 10 મો હપ્તો (PM kisan samman nidhi scheme) 15 ડિસેમ્બર સુધીમાં આવી શકે છે. એવા રિપોર્ટસ મળી રહ્યાં છે કે ટૂંક સમયમાં આ હપ્તો 2000 ના બદલે બમણો થઈને 4000 રૂપિયા થઈ જશે. જોકે, મોદી સરકારે હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી, પરંતુ ડિસેમ્બરમાં તમે તમારા ખાતામાં 4000 રૂપિયા મેળવી શકો છો. આ માટે તમારે આ મહિને રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. જી હા .. જો તમે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની લિસ્ટમાં તમારું નામ નોંધાવ્યું નથી, તો તમારી પાસે 31 ઓક્ટોબર સુધીનો સમય છે.

ખેડૂતો

પીએમ કિસાન હેઠળ જો કોઈ ખેડૂત 31 ઓક્ટોબર પહેલા પોતાનું રજીસ્ટ્રેશન કરાવે તો તેને 4000 રૂપિયા મળશે. તેમને જણાવી દઇએ કે તેમને સતત બે હપ્તા મળશે. જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો નવેમ્બરમાં તમને 2000 રૂપિયા મળશે અને તે પછી ડિસેમ્બરમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેંક ખાતામાં આવશે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન આ રીતે કરાવો

  • હવે PM કિસાનની ઓફિશિયલ વેબસાઇટ (https://pmkisan.gov.in/) પર જાઓ. અહીં તમને ન્યૂ-રજીસ્ટ્રેશનનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.હવે એક નવું પેજ ખુલશે.
  • નવા પેજ પર, તમારો આધાર નંબર દાખલ કરો, ત્યારબાદ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
  • રજીસ્ટ્રેશન ફોર્મમાં સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. ઉદાહરણ તરીકે, તમે કયા રાજ્યના છો, કયા જિલ્લા, બ્લોક અથવા ગામની માહિતી આપવી પડશે. આ સિવાય ખેડૂતોએ પોતાનું નામ, જેન્ડર, કેટેગરી, આધાર કાર્ડની માહિતી, બેંક ખાતા નંબર કે જેમાં પૈસા ટ્રાન્સફર થશે, IFSC કોડ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરે આપવાના રહેશે.
કિસાન
  • તમારે તમારા ખેતરની માહિતી આપવી પડશે. આમાં સર્વે અથવા એકાઉન્ટ નંબર, લેન્ડ રેકોર્ડ નંબર, કેટલી જમીન છે, આ બધી માહિતી આપવી પડશે.
  • આ બધી માહિતી ભર્યા પછી, તમારે તેને સેવ કરવી પડશે.
  • તમામ માહિતી આપ્યા બાદ ફોર્મ રજીસ્ટ્રેશન માટે જમા કરાવવાનું રહેશે. ભવિષ્યમાં જાણવા માટે તમે આ બધી માહિતી પણ સેવ કરી શકો છો.

રજીસ્ટ્રેશન માટે આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

તમારી પાસે ખેતીની જમીનના કાગળો હોવા જોઈએ. આ સિવાય, આધાર કાર્ડ, અપડેટેડ બેંક એકાઉન્ટ, એડ્રેસ પ્રુફ, ખેતર સંબંધિત માહિતી અને પાસપોર્ટ સાઈઝ ફોટો જરૂરી છે.

આ મહિનાઓમાં આવે છે પીએમ કિસાનનો હપ્તો

દરેક નાણાકીય વર્ષમાં, પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ, બીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી આવે છે. હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

Read Also

Related posts

પુત્ર આકાશ પછી પુત્રી ઈશાને આ બિઝનેસ સોંપી શકે છે મુકેશ અંબાણી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેને બનાવ્યો ખાસ પ્લાન

Zainul Ansari

નૂડલ્સ તો ઘણા ખાધા હશે, આજે ટ્રાય કરો કોકોનટ સૂપ નૂડલ્સ-સ્વાદમાં આવશે પોઝિટીવ બદલાવ

Hemal Vegda

ઉદેપુરના જઘન્યકાંડમાં પાકિસ્તાની કનેક્શનની આશંકા, હત્યારાઓ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે છે જોડાયેલા

Hardik Hingu
GSTV