GSTV

પીએમ કિસાન/ સહાયને પાત્ર ન હોય તેવા ખેડૂતોને કરોડો ચૂકવાયા, સરકારે નાણાં વસૂલ કરવાની કાર્યવાહી શરૂ કરી

કિસાન

Last Updated on August 11, 2021 by Damini Patel

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન કેશ ટ્રાન્સફર સ્કીમ) હેઠળ સહાયને પાત્ર ન હોય તેવા મહારાષ્ટ્રના 571745 ખેડૂતોને છેલ્લા બે વર્ષ દરમિયાન રૂા.358.99 કરોડ ચૂકવાયા છે. હવે, મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને ચૂકવાયેલા આ નાણાં વસૂલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ યોજનામાં ગરીબ ખેડૂતોને એક વર્ષમાં ત્રણ હપ્તામાં રૂા. છ હજાર ચૂકવાય છે. અત્યાર સુધીમાં આઠ હપ્તા ચૂકવાયા છે અને ગઇકાલે નવ ઓગસ્ટે નવમો હપ્તો ચૂકવાનો હતો. ચકાસણીમાં જણાવ્યું હતું કે રાજ્યના મોટી સંખ્યાના ખેડૂતો આ યોજનાના લાભાર્થીઓ છે. યોગ્યતા ન હોવા છતાં સહાય મેળવનારા 571745 લાભાર્થીઓ પૈકીના 2,62960 ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરે છે.

મોદી

308785 ખેડૂતો ઘેરલાયક

આવક વેરા ખાતા (આઇટી)એ ઇન્કમ ટેક્સ ભરતા ખેડૂતોની યાદીને પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી સાથે સાંકળતા આઇટી ભરતા ખેડૂતોની યાદી સાંકળતા 262960 ખેડૂતો પીએમ યોજનાને માટે અયોગ્ય ઠર્યા હતા. બાકીના 308785 ખેડૂતોને પણ અન્ય કારણોસર ગેરલાયક ગણવામાં આવ્યા છે. આ માહિતી રાજ્ય સરકારના એગ્રિકલ્ચર કમિશનો રેટએ માહિતી અધિકાર હેઠળના એક પ્રશ્નના ઉત્તરમાં જણાવી હતી.

આ તો માત્ર મહારાષ્ટ્રની જ માહિતી છે પણ રાષ્ટ્રય સ્તરે જોઇએ તો સમગ્ર દેશના 42 લાખ અપાત્ર ખેડૂતોને આ યોજના હેઠળ રૂા.2,900 કરોડ ચૂકવાયા હતા. કેન્દ્રના કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે સંસદમાં એક લિખિત જવાબમાં જણાવ્યું હતું કે પીએમ યોજના અંતર્ગત સહાયને હકદાર ન હોય છતાં તે મેળવનારા તેવા સૌથી વધુ ખેડૂતો આસામ, તામિલનાડુ, છત્તીસગઢ, પંજાબ અને બિહારના હતા.

Read Also

Related posts

Jammu & Kashmir / યુએનએ કાશ્મીરીને મુક્ત કરવાની કરી માંગ, ભારતે લગાવી ફટકાર

Vishvesh Dave

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાજોડાને લઇ એલર્ટ, મા ચામુંડા નામની બોટ પાણીમાં ડૂબી પણ 8 ખલાસીઓનો આબાદ બચાવ

pratik shah

અબજોપતિ એલન મસ્કે ટ્વીટરના નવા CEO પરાગ અગ્રવાલની સરમુખત્યાર સાથે કરી સરખામણી, નેટિઝન્સે લીધી મજા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!