GSTV
Gujarat Government Advertisement

અગત્યનું/ પીએમ કિસાન સમ્માન નિધિનો કરોડો ખેડૂતોને મળ્યો લાભ, તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો આ નંબર પર કરો ફરિયાદ

કિસાન

Last Updated on December 25, 2020 by Bansari

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે એટલે કે 25 ડિેસેમ્બરે પીએમ કિસાન સમ્માન નિધિનો આગામી હપ્તો જારી કરી દીધો. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત કાર્યક્રમમાં બટન દબાવીને પૈસા જારી કર્યા. આ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં પહોંચી ગયા. મોદીએ નવ કરોડથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં 18,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ યોજના અંતર્ગત વર્ષમાં 2000 રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. આ રીતે દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં આ પૈસા જમા થાય છે. જો તમે પણ આ સ્કીમના લાભાર્થી હોવ અથવા તો તમે પણ આ સ્કીમ અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવ્યું હોય અને તમારા ખાતામાં પૈસા ન આવ્યાં હોય તો ચિંતા કરવાની જરૂર નથી. હવે તમે કૃષિ મંત્રાલયને તેની ફરિયાદ કરી શકો છો.

કિસાન

તમારા ખાતામાં પૈસા ન આવ્યાં હોય તો આ નંબર પર કરો ફરિયાદ

મોટાભાગના ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં આ રકમ ક્રેડિટ પણ થઇ ચુકી છે. તેમ છતાં જો તમારા ખાતામાં રકમ ન પહોંચી હોય તો આપવામાં આવેલા હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકો છો. તમે ઇચ્છો તો આ હેલ્પલાઇન નંબર 011-24300606 પર કૉલ કરીને ફરિયાદ કરી શકો છો. સરકારે ખેડૂતોની સુવિધા માટે અનેક ટોલ ફ્રી નંબર પણ જારી કર્યા જેથી કોઇ ખાતામાં પૈસા ટ્રાન્સફર ન થાય અથવા વિલંબ થાય તો અહીં ફરિયાદ કરી શકે.

સીધા મંત્રાલયમાં સંપર્ક સાધવાની આ છે સુવિધા

તમારી મદદ માટે એક છે હેલ્પલાઇન નંબર. જેના દ્વારા દેશના કોઇપણ હિસ્સામાં રહેતો ખેડૂત સીધો કૃષિ મંત્રાલયનો સંપર્ક સાધી શકે છે.

  • પીએમ કિસાન ટોલ ફ્રી નંબર– 18001155266
  • પીએમ કિસાન હેલ્પલાઇન નંબર – 155261
  • પીએમ કિસાન લેન્ડલાઇન નંબર – 011—23381092, 23382401
  • પીએમ કિસાનની નવી હેલ્પલાઇન – 011-24300606
  • પીએમ કિસાનની વધુ એક હેલ્પલાઇન – 0120-6025109
ખેડૂતો

કિસાન હેલ્પ ડેસ્કની લો મદદ

આ ઉપરાંત જો તમારુ કામ ન થાય તો તમારા એકાઉન્ટમાં રૂપિયા ન આવે તો તમે તમારા ક્ષેત્રના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીનો સંપર્ક સાધો. તેમને જણાવો કે તમારા ખાતામાં પૈસા નથી આવ્યા. જો અહીં તમારી વાત સાંભળવામાં નહી આવે તો તમે તેને લગતા હેલ્પલાઇન પર પણ ફોન કરી શકો છો. સોમવારથી શુક્રવાર સુધી પીએમ કિસાન હેલ્પ ડેસ્ક (PM-KISAN Help Desk)ના ઇ-મેલ (Email) pmkisan-ict@gov.in પર સંપર્ક સાધી શકો છો.

આ રીતે ચેક કરો લિસ્ટમાં તમારુ નામ

>> સૌથી પહેલા તમારે પીએમ કિસાન સમ્માન નિધિની ઑફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર વિઝિટ કરવાનું છે.

>> તે બાદ ઉપરની તરફ તમને Farmers Corner દેખાશે.

>> તમારે તેના પર ક્લિક કરવાનું છે.

>> તે બાદ Beneficiary Status પર ક્લિક કરવાનું છે.

>> હવે તમારે આધાર નંબર, કાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર રજીસ્ટર કરવાનો છે.

આ પ્રોસેસ કર્યા બાદ હવે તમને ખબર પડી જશે કે તમારુ નામ પીએમ કિસાન સમ્માન નિધિમાં છે કે નહી. જો તમારુ નામ રજીસ્ટર્ડ છે તો તમારુ નામ મળી જશે. આ ઉપરાંત તમે એપ દ્વારા પણ તમારુ સ્ટેટસ ચેક કરી શકો છો કે તમારુ નામ લિસ્ટમાં છે કે નહી.

કિસાન

પીએમ કિસાન મોબાઇલ એપ આ રીતે કરો ડાઉનલોડ

પીએમ કિસાન મોબાઇલ એપ ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે. બસ તમારે નીચે આપવામાં આવેલા સ્ટેપ્સ ફૉલો કરવાના છે.

  • સ્ટેપ 1: તમારા મોબાઇલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન પર જાઓ.
  • સ્ટેપ 2: તે બાદ તમારે પીએમ કિસાન મોબાઇલ એપ ટાઇપ કરવાનું છે.
  • સ્ટેપ 3:પીએમ કિસાન મોબાઇલ એપ સ્ક્રીન પર દેખાશે. બસ તેને ડાઉનલોડ કરી લો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ગ્રામ્ય વિસ્તારોમાં ગંભીર સ્થિતિ/ સાવલી CHCમાં કોવિડ સેન્ટર ચાલુ કર્યાના 15 કલાકમાં જ ઓક્સિજન બેડ ફુલ

Bansari

કોરોના સંક્રમણની ચેઇન તોડવા લીધેલાં પગલાં અપૂરતા, જાહેર હિત માટે કોઇ નિર્ણય લે સરકાર: હાઇકોર્ટનો નિર્દેશ

Bansari

રાહત / અમદાવાદમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો, નોંધાયા આટલા કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!