GSTV

પીએમ કિસાન યોજના: શું તમને નથી મળ્યો 2000નો હપ્તો? આ રીતે કરી શકો છો ફરિયાદ, દૂર થશે તકલીફો

Last Updated on January 5, 2022 by Pritesh Mehta

પીએમ કિસાન યોજનાના 10માં હપ્તાના પૈસા ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે વર્ષના પહેલા દિવસે 1 જાન્યુઆરીના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જોકે, કેટલાંક ખેડૂતોઓને હજુ પણ 10માં હપ્તાના પૈસા નથી મળ્યા. એવામાં ખેડૂતો હેલ્પલાઇન નંબરો પર પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.

પીએમ કિસાન

10 કરોડથી વધુ ખેડૂતોને મળી ચુક્યા છે પૈસા

પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને એક વર્ષમાં 6-6 હજાર રૂપિયા આપવામાં આવે છે. સરકાર આ પૈસા 2-2 હજારના ત્રણ હપ્તામાં સીધા જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. આ વખતે અત્યારસુધી 10,47,33,864 ખેડૂતોને 10માં હપ્તાના પૈસા મળી ગયા છે. આ પહેલા ઓગસ્ટ-નવેમ્બરમાં પીએમ કિસાન યોજનાના નવમા હપ્તામાં 11,15,68,691 ખેડૂતોને અને એપ્રિલથી જુલાઈના હપ્તામાં 11,11,90,831 ખેડૂતોને પૈસા મળ્યા હતા.

ખોટી માહિતી આપનાર ખેડૂતોના નામ હટાવી દેવાયા

યોજનાનો લાભ લેનાર ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. બીજી બાજુ કેટલાંક એવા પણ ખેડૂતોના નામ પણ હટાવી દેવામાં આવ્યા હતા જેમણે ખોટી માહિતી આપીને સરકાર પાસેથી પૈસા લીધા હતા. સારી વાત એ છે કે તમે ઘરે બેઠા લાભાર્થીઓનું લિસ્ટ જોઈ શકો છો. જો લિસ્ટમાં તમારું નામ નથી તો તમે તેની ફરિયાદ કરી શકો છો. જે ખેડૂતોનું નામ લિસ્ટમાં નથી તેમણે ચિંતા કરવાની જરૂર નથી. આ ખેડૂતોના ખાતામાં જલ્દી પૈસા આવી જશે.

ખેડૂતો

આ રીતે ચેક કરી શકો છો લિસ્ટ

  • તમે તમારા મોબાઈલમાં પણ આ લિસ્ટ ચેક કરી શકો છો. તેના માટે તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જવાનું રહેશે.
  • વેબસાઈટમાં ઉપર જમણી બાજુએ ફાર્મર્સ કોર્નર આપવામાં આવેલ છે, તેને ઓપન કરો
  • હવે તમે બેનેફિશિયરી લિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે
  • ક્લિક કર્તાની સાથે જ એક નવું પેજ ખુલી જશે. અહીં ડ્રોપડાઉન લિસ્ટમાં રજુ, જિલ્લો અને ગામની પસંદગી કરો
  • ગેટ રિપોર્ટ પર ક્લિક કરતાંની સાથે જ તમારા ગામના તમામ ખેડૂતોનું લિસ્ટ મળી જશે, જેમને લાભ મેળવવા માટે પાત્ર કરવામાં આવેલ છે.
  • અહીં તમે એ પણ ચેક કરી શકો છો કે તમને કેટલા હપ્તા ચુકવવામાં આવ્યા છે.

આ નંબરો પર કરી શકો છો ફરિયાદ

જો લિસ્ટ માંથી તમારું નામ હટાવી દેવામાં આવ્યું છે તો તેની ફરિયાદ માટે સરકાર તરફથી કેટલાંક નંબર જાહેર કરવામાં આવ્યા છે.  સૌથી પહેલા પીએમ કિસાનના હેલ્પલાઇન નંબર 011-24300606 પર ફોન કરી શકો છો આ ઉપરાંત અન્ય કેટલાંક નંબર આપવામાં આવ્યા છે જ્યાં તમે ફરિયાદ કરી શકો છો.

  • પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
  • પીએમ કિસાન હેલ્પલાઇન નંબર:155261
  • પીએમ કિસાન લેન્ડલાઈન નંબર્સ: 011-23381092, 23382401
  • પીએમ કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
  • પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન: 0120-6025109
  • ઈ-મેઈલ આઈડી: [email protected]

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!