GSTV
Business Trending

ખુશખબર/ આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2,000 રૂપિયા, તાત્કાલિક ચેક કરો લિસ્ટમાં પોતાનું નામ

ખેડૂતો

ખેડૂતોને ફરી એક વખત ખુશખબર મળવાની છે. જો તમે પીએમ કિસાન યોજના માટે લાભાર્થી છે તો આ ખબર તમારા માટે છે. પીએમ કિસાન યોજના હેઠળ 10મોં હપ્તો જારી કરવાની તારીખ નક્કી થઇ ગઈ છે. સરકાર તરફથી હપ્તા ટ્રાન્સફર કરવા માટે તમામ આયોજન કરી લેવામાં આવ્યા છે.

સરકારે નક્કી કરી હપ્તો જારી કરવાની ડેટ ?

ખેડૂતો

સરકારે અત્યાર સુધી 11.37 કરોડ ખેડૂતોને 1.58 લાખ કરોડ રૂપિયા મોકલ્યા છે. હવે કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર 2021 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગલો હપ્તો જારી કરવાની યોજના બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.

ખેડૂતોના ખાતામાં આવશે 4 હજાર રૂપિયા ?

આ યોજના હેઠળ જે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો 9મોં હપ્તો નથી આવ્યો એમને હવે આગલો હપ્તો મળી જશે. એટલે ખેડૂતોને હવે 4000 રૂપિયા મળશે. પરંતુ તમને જણાવી દઈએ કે આ સુવિધા એ ખેડૂતો ને જ મળશે જેમણે 30 સપ્ટેમ્બરથી પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યું હશે. જો તમે પણ આવેદન કર્યું છે એને સ્વીકાર કરી લેવામાં આવે છે તો તમને એક સાથે 4000 રૂપિયા મળશે.

પોસ્ટ

ખેડૂતોને 10માં હપ્તાની રાહ

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે ખેડૂતોને 10માં હપ્તાની રાહ છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં આ યોજનાનો 9મોં હપ્તો નાખી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ કિસાનના ખાતામાં વાર્ષિક 2,000 રૂપિયાના ત્રણ હપ્તા એટલે 6000 રૂપિયા ડાયરેક્ટ મોકલે છે. આ આયોજનનો ઉદ્દેશ દેશના ખેડૂતોની આવક વધારવું અને સીધી રીતે એમને આર્થિક મદદ છે.

Read Also

Related posts

અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને  સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું

pratikshah

કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ

Bansari Gohel

Twitter નથી માની રહ્યું IT Rules? સરકારે આપી છેલ્લી તક, લેવાઈ શકે છે એક્શન

Damini Patel
GSTV