GSTV

અગત્યના સમાચાર / જલ્દી સુધારી લો તમારા નામ અને આધારને લગતી ભૂલો, આ દિવસે આવશે PM કિસાનનો 10 મો હપ્તો

Last Updated on October 16, 2021 by Vishvesh Dave

જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે ખુબ જ અગત્યના છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, સરકાર 31 ઓક્ટોબર 2021 સુધીમાં ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 10 મો હપ્તો આપવાની યોજના બનાવી રહી છે. તમને જણાવી દઈએ કે સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020 ના રોજ ખેડૂતોને પૈસા ટ્રાન્સફર કર્યા હતા ત્યારે બીજી તરફ સમસ્યા એ રહેશે કે, જે ખેડૂતોએ અરજી કરતા સમયે ભૂલો કરી છે તેમને આ હપ્તાનો લાભ મળી શકશે નહિ.

કિસાન

સુધારણા માટે પાછી મોકલવામાં આવી રહી છે અરજીઓ :

જે ખેડૂતોની અરજીઓમાં કોઈ ભૂલો હશે તેમની અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ. આ અરજીઓ સુધારા માટે પરત મોકલવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલી કેટલીક વેરિફાઇડ અરજીઓમાં PFMS દ્વારા ફંડ ટ્રાન્સફર સમયે અનેક પ્રકારની ભૂલો જોવા મળી છે. તેના કારણે કિસાન સન્માન નિધિની રકમ આ લોકોના ખાતામા ટ્રાન્સફર થઇ રહી નથી. આ અરજીઓ ભૂલો સુધારવા માટે પાછી મોકલવામાં આવી રહી છે.

લાખો કિસાનોનો અટક્યો હપ્તો :

કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ 12.26 મિલિયનથી વધુ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પંજીકૃત છે. 10.59 કરોડથી વધુ કિસાનને RFT Sign એટલે કે રિકવેસ્ટ ફોર ફંડ ટ્રાંસફર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 10.50 કરોડથી વધુ ખેડૂત પરિવારોની FTO જનરેટ થઈ એટલે કે ફંડ ટ્રાન્સફર કરવાના ઓર્ડર આપવામાં આવ્યા. 72 લાખથી વધુ એવા ખેડૂતો છે કે, જેમની ચુકવણી કોઈ કારણસર નિષ્ફળ ગઈ છે જ્યારે 58.50 લાખથી વધુ ખેડૂતોનો હપ્તો માહિતી જાહેર ના કરવાને કારણે અટકી ગયો છે.

ખેડૂતો

પોર્ટલ પર તમારી સ્થિતિ તપાસો :

જો કેટલાક કારણોસર તમને કિસાન સન્માન નિધિની રકમ નથી મળી રહી તો તમારે પોર્ટલ પર એકવાર તમારી સ્થિતિ તપાસવી પડશે. એવું બની શકે છે કે, અમુક નાની ભૂલને કારણે તમારી રકમ અટવાઇ ગઈ છે. જો એમ હોય તો તમે તેને તરત જ ઓનલાઇન સુધારી શકો છો.

આ કારણોસર અરજી થઇ શકે છે રિજેક્ટ :

ખેડૂતનું નામ “અંગ્રેજી” માં લખવું જરૂરી છે. જે ખેડૂતનું નામ અરજીમા “હિન્દી” માં છે તો તેમણે પોતાનું નામ બદલવુ. જો અરજીમાં અરજી કરનાર વ્યક્તિનું નામ અલગ હોય અને બેન્કની પાસબુકમા નામ અલગ હોય તો પણ ફંડ ટ્રાંસફરમાં તકલીફ થઇ શકે છે. ખેડૂતે બેન્ક ખાતા પ્રમાણેનું નામ અરજીમાં સુધારીને આપવું પડશે. આ સિવાય જો બેન્કના આઇએફસી કોડ લખવામાં ભૂલ કરી હોય, ગામનું નામ ખોટું લખ્યું હોય કે પછી બેન્ક એકાઉન્ટ નંબર ખોટા લખ્યા હોય તો પણ અરજી રદ થઇ શકે છે.

Read Also

Related posts

મોટો ઝાટકો/ બિટકોઈન 6000 ડોલર તૂટયા માર્કેટકેપમાં 80 અબજ ડોલરનું ધોવાણ, કોરોનાના નવા વેરિએન્ટે ઉડાડી ઊંઘ

Damini Patel

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!