GSTV

જરૂરી સમાચાર / 10મા હપ્તા માટે ચાર દિવસની અંદર જમા કરાવો આ ડોક્યૂમેન્ટ્સ, જમા થશે 4000 રૂપિયા

ખેડૂતો

Last Updated on October 27, 2021 by GSTV Web Desk

ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર છે. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારે 31 ઓક્ટોબર સુધી જરૂરી ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવા પડશે. એટલે કે 10મા હપ્તા માટે તમારી પાસે ફક્ત ચાર દિવસ છે. આ દરમિયાન તમારે સંબંધિત ડોક્યૂમેન્ટ જમા કરાવવા પડશે. ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન યોજના હેઠળ છેતરપિંડી અટકાવવા માટે કેન્દ્રની મોદી સરકારે રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. તેના હેઠળ હવે પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન માટે રાશનકાર્ડને ફરજિયાત કરવામાં આવ્યું છે.

PM KISAN યોજના હેઠળ નવા રજીસ્ટ્રેશન પર રાશન કાર્ડ નંબર આપવો ફરજિયાત રહેશે. જ્યારે રાશન કાર્ડની અનિવાર્યતા સાથે જ હવે રજીસ્ટ્રેશન દરમિયાન દસ્તાવેજની ફક્ત સોફ્ટકોપી બનાવી પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

4000 રૂપિયાનો થશે લાભ

ઉલ્લેખનીય છે કે જો તમે હજી સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની લિસ્ટમાં તમારુ નામ નથી નોંધાવ્યું તો તમારી પાસે 31 ઓક્ટોબર સુધીનો સમય છે. પીએમ કિસાન હેઠળ જો ખેડૂત 31 ઓક્ટોબર પહેલા નામ રજીસ્ટર કરાવે છે, તો તેને 4000 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છે કે તેમને સતત બે હપ્તા મળશે. જો તમારી અરજી સ્વીકારી લેવામાં આવે છે, તો નવેમ્બરમાં તમને 2000 રૂપિયા મળશે અને તેના પછી ડિસેમ્બરમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેંક અકાઉન્ટમાં જમા થશે.

ક્યારે ટ્રાન્સફર થઈ શકે છે 10મો હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તા હેઠળ 15 ડિસેમ્બર, 2021 સુધી ખેડૂતોના બેંક અકાઉન્ટમાં 2000 રૂપિયા આવવાની અપેક્ષા છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયા આપવામાં આશે. જોકે હજી સુધી મોદી સરકારે તેના પર નિર્ણય નથી લીધો. તેનો લાભ લેવા માયટે સૌપ્રધમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

રજીસ્ટ્રેશન માટે જોઈએ આ ડોક્યૂમેન્ટ

જો તમે PM કિસાન યોજના (PM KISAN) હેઠળ પહેલીવાર નોંધણી કરાવો છો, તો અરજદારે રેશન કાર્ડ નંબર અપલોડ કરવાનો રહેશે. આ સિવાય પીડીએફ પણ અપલોડ કરવાની રહેશે. આધાર કાર્ડ, બેંક પાસબુક અને ઘોષણાપત્રની હાર્ડ કોપી ફરજિયાત સબમિશનને દૂર કરવામાં આવી છે. હવે દસ્તાવેજોની પીડીએફ ફાઈલ બનાવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. તેનાથી પીએમ કિસાન યોજનામાં છેતરપિંડી ઓછી થશે. ઉપરાંત, નોંધણી પહેલા કરતા વધુ સરળ બનશે.

ખેડૂતો

આ રીતે ઘરે બેઠા તમારુ રજીસ્ટ્રેશન કરાવો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રજીસ્ટ્રેશ કરવું એકદમ સરળ છે. તમે ઘરે બેઠા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકો છો. આ સિવાય, તમે પંચાયત સચિવ અથવા તલાટી અથવા સ્થાનિક કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ યોજના માટે અરજી કરી શકો છો. આ સિવાય, તમે આ યોજના માટે તમારી રજીસ્ટ્રેશ પણ કરાવી શકો છો. આ માટે રજીસ્ટ્રેશ કેવી રીતે કરી શકાય.

  • PM કિસાનની વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં FARMER CORNERS પર જાઓ અને New Farmer Registration પર ક્લિક કરો.
  • આ પછી આધાર અને બેંક ખાતાને લગતી માહિતી આપીને ફોર્મ ભરો.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!