કોઈ વિચારી પણ ન શકે કે ફુલપ્રુફ સિસ્ટમમાં પણ કૌભાંડ કરનાર લોકો ફ્રોડ કરી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ (PM Kisan samman nidhi Scheme)માં ગેરકાયદેસર રીતે પૈસા કાઢવાના મામલાની તપાસ શરૂ કરવામાં આવી તો અયોગ્ય એટલે નકલી લોકોના આંકડા જોઈને સરકાર દંગ રહી ગઈ. તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓના એકાઉન્ટની તપાસ કરવામાં આવી તેમાંથી 5.38 લાખ એકાઉન્ટ નકલી નિકળ્યા. હવે સંબંધિત બેન્કો દ્વારા નકલી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં ગયેલી રકમને વસુલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેથી આ પૈસા કેન્દ્ર સરકારના એકાઉન્ટમાં પરત જઈ શકે અને તેનો સાચો ઉપયોગ થઈ શકે. અત્યાર સુધી 61 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા છે.

કોન્ટ્રેક્ટ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે 96 કોન્ટ્રેક્ટ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. અપાત્ર લાભાર્થીઓના રજીસ્ટ્રેશન માટે જવાબદાર 34 અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 3 બ્લોક સ્તરીય અધિકારીઓ તથા 5 સહાયક કૃષિ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ લોકો પાસવર્ડના દુરુપયોગ માટે જવાબદાર હતા. 13 જિલ્લામાં એફઆઈઆર (FIR) દાખલ કરીને શંકાસ્પદ કર્મચારીઓ સહિત 52 લોકોની ધરપકડ કરી છે.
ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકારે કેન્દ્રની સાથે વિચાર કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરી પ્રણાલીને મજબૂત કરવાનું કામ શરૂ કર્યું છે. જોકે, સરકારે આ સ્પષ્ટ કર્યું છે કે અસલી ખેડૂત પરિવારોની ઓળખ કરવાની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારોની છે.

કઈ રીતે કરવામાં આવ્યુ કૌભાંડ?
પીએમ મોદીની ડ્રીમ સ્કીમમાંથી નકલી રીતે કરોડો રૂપિયા કાઢવાના મામલા સામે આવ્યા બાદ રાજ્ય સરકારે તપાસ કરાવી છે. તેમાં આવું માલુમ પડ્યું છે કે અમુક લોકોએ સ્કીમ હેઠળ અપાત્ર વ્યક્તિઓની મોટી સંખ્યામાં બુકિંગ કરવા માટે જિલ્લા અધિકારીઓને લોગ-ઈન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કર્યો હતો.
કૃષિ વિભાગ દ્વારા રાખવામાં આવેલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પણ ગેરકાયદાસર કાર્યમાં શામેલ જોવા મળ્યા હતા. રાજ્ય સરકારે તત્કાલ જિલ્લા અધિકારીઓના પાસવર્ડને બદલી દીધા હતા. બ્લોક સ્તરીય પીએમ-કિસાન ખાતા અને જિલ્લા સ્તરીય પીએમ-કિસાન લોગ-ઈન આઈડીને નિષ્ક્રિય કરી દીધા છે. જેથી ફ્રોડ રોકી શકાય.
Read Also
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…