GSTV

PM Kisan: ખેડૂતોના ખાતામાં 9 ઓગસ્ટે આવશે રૂપિયા, જો આપને પણ દેખાય ‘RFT’ અથવા ‘FTO’ સ્ટેટ્સ, તો આવો થાય છે તેનો અર્થ

Last Updated on August 4, 2021 by Pravin Makwana

પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત ટૂંક સમયમાં જ ખેડૂતોના ખાતામાં 9મો હપ્તો આવવાનો છે. કૃષિ મંત્રાલયે 9 ઓગસ્ટ સુધી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાંસફર કરી શકે છે. આવા સમયે આપે એ જાણવું ખૂબ જરૂરી છે કે, આપના ખાતામાં પૈસા આવી રહ્યા છે કે નહીં. આપ આ રીતે સ્ટેટસ ચેક કરી શકો છો.

જો આપના ખાતામાં દેખાય આ સ્ટેટ્સ તો…

જો આપના સ્ટેટસમાં ‘FTO is Generated and Payment confirmation is pending’ લખીને આવી રહ્યુ છે તો તેનો અર્થ છે કે, સરકારે આપના દ્વારા આપવામાં આવેલી જાણકારી કન્ફર્મ કરી લીધી છે. એટલે હવે ટૂંક સમયમાં આપના ખાતામાં પૈસા ટ્રાંસફર કરી દેવામાં આવશે.

શું દેખાય છે સ્ટેટસ

જો આપના સ્ટેટમાં Rft Signed by State Government લખીને આવી રહ્યુ છે તો, તેનો અર્થ થાય છે કે, Request For Transfer. એટલે કે આપના દ્વારા આપવામાં આવેલી જાણકારી ચેક કરી લેવી. હવે તેને આગળ માટે ટ્રાંસફર કરી દેવામાં આવ્યુ છે. એટલે થોડી વાર માટે પણ આપના અકાઉન્ટમાં 2,000નો હપ્તો આવશે ખરો.

પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડતોને ઓનલાઈન અરજી કરવાની હોય છે. ત્યાર બાદ એપ્લીકેશનને રાજ્ય સરકાર આપના રેવેન્યૂ રેકોર્ડ, આધાર નંબર અને બેંક અકાઉન્ટ નંબરનું વેરિફિકેશન કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, જ્યાં સુધી રાજ્ય સરકાર આપના અકાઉન્ટને વેરિફાઈ નહીં કરે ત્યાં સુધી આપના ખાતામાં પૈસા નહીં આવે. જેવુ રાજ્ય સરકાર વેરિફાઈ કરી નાખે છે, તો આપને FTO જનરેટ થઈ જાય છે. એટલે કે આપની અરજી સ્વીકાર્ય થઈ ગઈ છે. ત્યાર બાદ કેન્દ્ર સરકાર અકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરી દે છે.

READ ALSO

Related posts

જમ્મુ- કાશ્મીરમાં આતંકી હુમલો, આતંકવાદીના અંધાધૂંધ ફાયરિંગમાં રેલવે કર્મચારી સહિત બેનાં મોત

Bansari

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!