GSTV
Business Trending

અગત્યનું/ તમારા ખાતામાં નથી આવ્યાં પીએમ કિસાનના 2000 રૂપિયા? આ કામ કરતાં જ જમા થઇ જશે આગામી હપ્તો

કિસાન

PM Kisan Samman Nidhi Yojana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજના હેઠળ 9 મો હપ્તો જારી કરી દીધો છે અને અત્યાર સુધી લાખો ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઇ ગયા છે. કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનામાં અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા રૂપિયા જમા થઇ ગયા છે. પરંતુ, જો આ યોજનાના પૈસા તમારા ખાતામાં આવ્યા નથી, તો તમે તરત જ કેન્દ્રીય કૃષિ મંત્રાલયને ફરિયાદ કરી શકો છો. અમે તમને તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી રહ્યાં છીએ.

ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરશો?

જો તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા નથી, તો તમારે પહેલા તમારા ક્ષેત્રના એકાઉન્ટન્ટ અને કૃષિ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. જો આ લોકો તમારી વાત ન સાંભળે અથવા પછી પણ આ પૈસા ખાતામાં ન આવે તો તમે તેને લગતી હેલ્પલાઇન પર પણ ફોન કરી શકો છો. આ ડેસ્ક (PM-KISAN Help Desk) સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું રહે છે. આ સિવાય, તમે ઇ-મેઇલ [email protected] પર પણ સંપર્ક કરી શકો છો. જો હજુ પણ તમારુ કામ ન થાય તો 011-23381092 (Direct HelpLine) નંબર પર ફોન કરો.

કિસાન

કૃષિ મંત્રાલયને ફરિયાદ કરો

કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા કોઈ ખેડૂતના બેંક ખાતામાં ન પહોંચતા હોય તો તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. જો પૈસા ખેડૂતના ખાતામાં પહોંચ્યા નથી અથવા જો કોઈ તકનીકી સમસ્યા હોય તો તે કોઈપણ સંજોગોમાં સુધારી લેવામાં આવશે. સરકાર દરેક શક્ય પ્રયત્નોમાં છે કે દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળે.

તમે અહીં પણ કરી શકો છો સંપર્ક

તમે આ યોજનાનુ સ્ટેટસ જાતે ચેક કરી શકો છો અને અપ્લાય પણ કરી શકો છો. તમે યોજનાના વેલફેર સેક્શનમાં (Farmer’s Welfare Section) સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેનો ફોન નંબર 011-23382401 છે, જ્યારે ઈ-મેલ આઈડી ([email protected]) છે.

કિસાન
  • મંત્રાલયનો સંપર્ક કરવાની સુવિધા (Agriculture ministry helpline numbers)
  • PM કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
  • PM કિસાન હેલ્પલાઇન નંબર: 155261
  • PM કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
  • PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
  • PM કિસાનની અન્ય એક હેલ્પલાઇન: 0120-6025109

Read Also

Related posts

Mossadએ પહેલીવાર જાસૂસી ભૂમિકાઓ માટે બે મહિલાઓની કરી નિમણૂક, વૈશ્વિક આતંકવાદ પર રાખશે ચાંપતી નજર

Binas Saiyed

Monkeypox : જર્મનીમાં મળ્યો મંકીપોક્સનો સૌથી ખતરનાક કેસ, કાળો ઘા બની સડી રહ્યું છે દર્દીનું નાક

GSTV Web Desk

ભાજપ સવર્ણોને ઓછા મહત્વનો મુદ્દો ચગાવશે, બિહારમાં લોકસભાની 40 બેઠકો માટે ભાજપનો આ છે પ્લાન

Hardik Hingu
GSTV