નવા વર્ષના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 10.09 કરોડ ખેડૂતોને મોટી ભેટ આપી છે. તેમણે શનિવારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો બહાર પાડ્યો. આ અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લાભાર્થીઓને આ રકમ જાહેર કરી હતી. 2000-2000 રૂપિયા એક-બે દિવસમાં તમામ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 10મો હપ્તો 1 ડિસેમ્બર 2021થી માન્ય રહેશે. જે ખેડૂત ભાઈઓ અને બહેનોએ અત્યાર સુધી આ યોજનામાં અરજી કરી નથી તેઓ પણ 31 માર્ચ, 2022 સુધી 10મા હપ્તાના લાભ માટે અરજી કરી શકે છે.

પીએમ કિસાન યોજના ઔપચારિક રીતે 1 ડિસેમ્બર 2018 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી કોઈ હપ્તો મોકલવામાં આટલો વિલંબ થયો નથી. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ખેડૂતોને 1.80 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આઝાદી પછી પહેલીવાર કોઈ સરકારે ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા આપવાનું શરૂ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે.
Hon’ble Prime Minister Shri @narendramodi to release "10th installment under Pradhan Mantri Kisan Samman Nidhi Scheme" and "Equity Grant to FPOs" today at 12:30 PM.#PMKisan
— Agriculture INDIA (@AgriGoI) January 1, 2022
Watch Live: https://t.co/mbOZJijR7A
અગાઉ, કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર વતી ખેડૂતોને સંદેશ મોકલીને જાણ કરવામાં આવી હતી. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 01 જાન્યુઆરી 2022ના રોજ સરકાર ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવા જઈ રહી છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. ત્યારે આ પ્રસંગે લગભગ 350 ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડવામાં આવી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- વડા પ્રધાન મોદી અને અરવિંદ કેજરીવાલ સામસામા વાક્બાણ ચલાવી રહ્યા છે
- સંબંધ બચાવવા માટે પતિ-પત્ની એક બીજા સાથે 6 મહિના સુધી છૂટા પડ્યા, એકબીજા સાથે વાત ન કરી, પછી રિેલેશનમાં આવ્યો એક અનોખો વળાંક
- Box Office/ ‘લાલ સિંહ ચડ્ડા’ને પહેલા દિવસે મળ્યો ફિક્કો પ્રતિસાદ, ‘રક્ષા બંધન’ ફિલ્મને દર્શકો જ ન મળ્યા!
- India US Drill China: ભારતમાં ચીન બોર્ડર પાસે એમ જ યુદ્ધાભ્યાસ નથી કરવા જઈ રહી US આર્મી, છુપાયેલી છે મોટી ચાલ
- ભાજપના નેતાના શાબ્દિક પ્રહારો / આડી-અવળી વાત કરવાના બદલે ચોખ્ખું કહો કે મને ફરી PM બનવાનો કરડી રહ્યો છે કીડો