પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ 33 લાખ ખોટા અકાઉન્ટમાં ગયા બાદ હવે આ યોજના માટે નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. PM કિસાન સ્કીમમાં 6 હજાર રૂપિયા વાર્ષિક રકમ તે જ ખેડૂતને મળશે જેમના નામે ખેતર હશે. એટલે કે, ખેડૂતોને ખેતરનું મ્યૂટેશન પોતાના નામે કરાવવું પડશે.

અત્યાર સુધીમાં જે ખેડૂતો પૂર્વજોના નામના ખેતરમાં પોતાનો ભાગનું ભૂ-સ્વામિત્વ પ્રમાણપત્ર કાઢીને તેનો લાભ લઈ રહ્યા હતા. હવેથી તે એવું નહીં કરી શકે. હકીકતમાં, કૃષિ ભૂમિના પોતાના નામ પર મ્યૂટેશન નહીં કરાવનાર ખેડૂતોની સંખ્યા ઘણી વધી ગઈ છે. આ નવા નિયમોની અસર જૂના લાભાર્થીઓ પર નહિં પડે જે પહેલાથી જ આ યોજના સાથે જોડાયેલા હોય.

આ યોજના માટે રજિસ્ટ્રેશન કરાવી રહેલા નવા આવેદન પર હવે અરજી ફોર્મમાં તમારી જમીનનો પ્લોટ નંબરનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. એવામાં ખેડૂત પરિવાર જેમની પાસે સંયુક્ત રૂપે ખેતીની જમીન છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કારણ કે, અત્યાર સુધી ખેડૂતો પોતાના ભાગની ખેતી એટલે કે જમીનના આધાર પર PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા હતા. હવે ખેડૂતોએ પોતાના ભાગની જમીન પોતાના નામ પર કરાવવી પડશે. ત્યારે જ આ યોજનાનો લાભ તેઓ લઈ શકશે. જો ખેડૂતોએ જમીનની ખરીદી છે તો મુશ્કેલી નથી, જમીન જો ખાતિયાની છે તો આ કામ પહેલા પૂરુ કરવું પડશે.

PM કિસાન સન્માન નિધિ યોજનામાં પહેલા પણ બદલાવ કરવામાં આવ્યા છે. પહેલા ખેડૂતોના આવેદનને આધારે સીધા તેમના ખાતામાં રકમ મોકલવામાં આવતી હતી. પરંતુ સરકારે તે ખાતાને આધાસ સાથે લિંક કરવું જરૂરી કરી દીધું. જો ખેડૂત ટેક્સની મર્યાદામાં આવે તો આ યોજનાથી બહાર કરાય.

સરકારે જણાવ્યું કે, ગત દિવસોમાં PM કિસાન યોજનામાં લગભગ 32.91 લાખ રૂપિયા ખેડૂતોને 2,336 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. જે આ યોજના માટે નક્કી કરેલી મર્યાદામાં આવતો નથી. હવે સરકાર આ લોકોની વસૂલી કરવાની તૈયારીમાં છે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ વર્તમાન સમયમાં દેશના 11.53 કરોડ ખેડૂતોને મળી રહ્યો છે.

જો કોઈ ખેડૂત ખેતી કરે છે પરંતુ તે ખેતર તેના નામે નથી અને તેના પિતા અને દાદાના નામે છે તો તેને વાર્ષિક 6000 રૂપિયાનો લાભ મળશે નહીં. તે જમીન ખેડૂતના નામે હોવી જોઈએ. જો કોઈ ખેડૂત કોઈ બીજા ખેડૂત પાસેથી જમીન ભાડે લઈને ખેતી કરે છે તો તેને પણ આ યોજનાનો લાભ મળતો નથી. PM કિસાનમાં લેન્ડની ઓનરશીપ જરૂરી છે. જો કોઈ ખેડૂત અથવા પરિવારમાં કોઈ સંવૈધાનિક પદ પર છે તો તેને આનો લાભ મળશે નહીં. 10,000 રૂપિયાથી વધુ માસિક પેન્શન મેળવનાર પેન્શન ભોગિઓને આનો લાભ મળશે નહીં.
READ ALSO
- કામના સમાચાર/ સોમવારથી આ લોકોને આપવામાં આવશે કોરોના રસી : કઈ રીતે ચેક કરવું કે તમારું નામ છે કે નહીં, અહીંથી જાણી લેજો
- જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન
- મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ
- કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા
- ઓ બાપ રે / આ દેશમાં સ્કૂલની 300 છોકરીઓનું અપહરણ : બંદૂકધારીઓ સ્કૂલમાં ઘૂસીને ઉઠાવી ગયા, સૈન્ય તમાશો જતું રહ્યું