GSTV
Home » News » દેશનાં અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચડાવવા માટે મોદી સરકાર ટુંક સમયમાં કરશે મોટી જાહેરાત

દેશનાં અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચડાવવા માટે મોદી સરકાર ટુંક સમયમાં કરશે મોટી જાહેરાત

આર્થિક રીતે મંદીનાં માહૌલમાં સપડાતું ભારત મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. દેશનાં અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચડાવવા માટે વડાપ્રધાન મોદી ટુંક સમયમાં કોઇ મોટો નિર્ણય લે તેવી શક્યતા છે. કર રાહત અને નોકરી બચાવવાના આ નિર્ણયોની શરૂઆત સોમવારથી જ થાય તેવી શક્યતા છે. જો કે ઉદ્યોગોને મોદી સરકારના આ પેકેજની જાણ તો છે પણ સરકાર આટલેથી અટકવા માંગતી નથી,પરંતુ સરકાર ઇચ્છી રહી છે કે ભારતને 5 ટ્રીલિયન ડોલરની ઇકોનોમી બનાવવામાં કોઇ બાધા ન આવે.

દેશની ઇકોનોમી પર છવાયેલા મંદીનાં કાળા વાદળોને હટાવવા પીએમ મોદી ખુદ આ બાબતમાં હસ્તક્ષેપ કરશે.તે દેશ-વિદેશના નિવેશકોનો ભરોષો મેળવવા તેની સાથે સિધી વાત ચીત કરે તેવી શક્યતા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર રાહત પેકેજ તુરંત લાગુ કરશે,સરકાર ખર્ચમાં પણમાં પણ ઘટાડો કરશે.

રહાત પેકેજ આપવાની તૈયારી

મળતી માહિતી મુજબ સરકાર સૌથી પહેલા મંત્રીઓ અને અધિકારીઓની વધારાની સુવિધાઓ અને જરૂર વગરના ખર્ચમાં કાપ મુકાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કલ્યાણકારી યોજનાઓ માટે ફંડની જરા પણ અછત  અનુભવવા દેવામાં નહીં  આવે. સૂત્રો મુજબ  અન્ય ઉપાયમાં સૌથી  મોટો નિર્ણય ટેક્સમાં સુધાર તરીકે હોઈ શકે છે. તેમજ લોકોની નોકરીઓ બચાવવા માટે સરકાર ઇન્ડસ્ટ્રીને અત્યાર સુધીનું એક અનોખું પેકેજ આપવાની તૈયારીમાં છે. સામાન્ય નાગરીકની  સાથે ઇન્ડસ્ટ્રીને પણ ટેક્સમાં રાહત આપવામાં આવી શકે છે.

દેશ અને વિદેશના રોકાણકારો સાથે રૂબરૂ સંવાદ સાધીને તેમના વિશ્વાસમાં વધારો કરાશે. સરકાર પોતાના સરકારી ખર્ચમાં 2 વર્ષ સુધી ઘટાડો કરીને રૂ. 75000 કરોડ રૂપિયા બચાવવાનો પ્લાન તૈયાર કરી રહી છે.  ઇન્ડસ્ટ્રીને બજેટની  જે જોગવાઈ અંગે મુશ્કેલી પડી રહી છે તેને દૂર કરવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi

કેન્દ્ર પર મમતા બેનર્જીનો હુમલો, આજના સમયને ‘સુપર ઈમરજન્સી’ કરી ધોષીત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!