GSTV
News World ટોપ સ્ટોરી

હતાશ ઈમરાન ખાન આજે સાંજે 5-30 કલાકે જમ્મુ કાશ્મીર મુદ્દે સંબોધન કરશે

જમ્મુ કાશ્મીર પર ભારત દ્વારા લેવામાં આવેલા નિર્ણયના ઝાટકાથી પાકિસ્તાન હજુ ઉગર્યું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશ્વના અનેક દેશો સામે આ મુદ્દે દરમિયાનગીરી કરવાની ગુહાર કરી ચુક્યા છે પરંતુ તેમને બધેથી હતાશા જ મળી છે. ત્યારે ફરી એક વાર આ મુદ્દાને ચર્ચામાં રાખવા મેટ ઈમરાન ખાન પોતાના દેશને સંબોધન કરવાના છે.

સાંજે 5-30 વાગ્યે ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે સંબોધન કરશે. પાકિસ્તાની વડાપ્રધાનના સ્પેશિયલ એડવાયઝરે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી. આ પહેલાં ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સંસદ, પીઓકેની વિધાનસભામાં સંબોધન કરી ચુક્યા છે. ઈમરાનનું આ સંબોધન ત્યારે થઈ રહ્યું છે જ્યારે ફ્રાંસમાં વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત પૂર્ણ થઈ ગઈ હશે.

ત્યારે ઈમરાનની નજર આ બંને નેતાઓની મુલાકાત પર પણ છે. કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ ઈમરાન ખાન અને તેના મંત્રીઓ ક્યારેક જંગની ધમકી આપે છે તો ક્યારેક ભારતનો પ્લાન પીઓકે પર કબજો કરવાનો છે તેવા નિવેદનો આપી રહ્યાં છે.

READ ALSO

Related posts

BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ

pratikshah

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત

Binas Saiyed

BIG BREAKING: કુપવાડામાં લશ્કરના ત્રણ આંતકીઓ ઠાર! ઘુસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ, મોટા પ્રમાણમાં હથિયાર ઝડપાયા

pratikshah
GSTV