પાકિસ્તાનની અવળચંડાઈ યથાવત : પાકિસ્તાની સેનાને વળતી કાર્યવાહીની આપી છૂટ

પુલવામા હુમલા બાદ ભારતના એક પછી એક વારનો સામનો કરી રહેલા આતંકીસ્તાન એવા પાકિસ્તાનની અક્કડ હજુ પણ ગઇ નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વીડિયો મારફત ભારતને ધમકી આપ્યા બાદ હવે પાકિસ્તાની સેનાને વળતી કાર્યવાહીની છૂટ આપી છે.

તેમણે કહ્યું કે જો ભારતીય સેના તરફથી કોઇ કાર્યવાહી થાય તો પાકિસ્તાની સેના ભારતને જવાબ આપવા માટે મુક્ત છે. આ સાથે જ પોતાની સેના અને ગુપ્તચર એજન્સીની કરતૂત પર પરદો ઢાંકવાના ઇરાદે કહ્યું કે પુલવામા હુમલાનું ષડયંત્ર જમ્મુ-કાશ્મીરમાં જ રચાયું હતુ. પાકિસ્તાની પીએમએ આ વાત પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર બાજવા સાથેની બેઠક દરમિયાન કરી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter