GSTV

ભારત સરકારનો મોટો નિર્ણય/ દેશના 80 કરોડ લોકોને 5 કિલો ફ્રી અનાજ આપવાની યોજના માર્ચ મહિના સુધી લંબાવી, મળશે આટલા લાભ

Last Updated on November 24, 2021 by Pravin Makwana

ભારત સરકારે આજે દેશવાસીઓને મોટી રાહત આપતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 5 કિલો મફત રાશનની સહાય યોજના હવે માર્ચ મહિના સુધી લંબાવી દીધી છે. અગાઉ આ યોજના કોરોનાના કારણે લગાવામાં આવેલા લોકડાઉનના સમયમાં કેન્દ્ર સરાકરે આ યોજનાની જાહેરાત કરી હતી. જે બાદ સમયે સમયે આ યોજનાને લંબાવામાં આવી હતી. અગાઉ દિવાળી સુધી આ યોજના લંબાવી હતી. ત્યારે હવે આ યોજનાને ફરી એક વાર માર્ચ મહિના સુધી લંબાવી દેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 600 લાખ મેટ્રિક ટન અનાજ વહેંચવાનો લક્ષ્ય છે. અત્યાર સુધીમાં 548 મેટ્રિક ટન રાજ્યોને વહેંચી દેવામાં આવ્યો છે. તેના પર લગભગ 2 લાખ 60 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. શરૂઆતમાં આ યોજના એપ્રિલ-જૂન 2020ના સમય માટે શરૂ કરવામાં આવી હતી. પણ બાદમાં તેને 30 નવેમ્બર 2021 સુધી લંબાવી દેવામાં આવી હતી.

80 કરોડથી વધારે લોકોને મળી રહ્યો છે લાભ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને 5 કિલો મફત અનાજ ઉપલબ્ધ કરાવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના 80 કરોડ લોકો સુધી સહાય પહોંચાડવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. કોરોના કાળને લઈને દેશના કેટલાય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતીને લઈને ગરીબ પરિવારોની રોજીરોટી માથે મોટુ સંકટ આવ્યું છે. જેને લઈને ગત એપ્રિલમાં ફ્રી રાશન આપવાની જાહેરાત કરી હતી. જે બાદ જૂનમાં પીએમ મોદીએ એલાન કર્યુ હતું કે, દિવાળી સુધી તેનો લાભ મળતો રહેશે.

ગત વર્ષે માર્ચ મહિનામાં જ્યારે કોવિડ 19ના કારણે દેશભરમાં લોકડાઉન લગાવ્યુ ત્યારે કેન્દ્ર સરકારે આ યોજના શરૂ કરી હતી. ત્યારે ગરીબ પરિવારોને રાહત આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સરકારે 80 કરોડથી વધારે રાશનકાર્ડ ધારકોને 3 મહિના એપ્રિલ, મે અને જૂન માટે રાશન કાર્ડમાં નોંધાયેલ સભ્યોના આધારે પ્રતિ વ્યક્તિ 5 કિલો અનાજ અને પ્રતિ પરિવાર 1 કિલો દાળ ફ્રી આપવાની જાહેરાત કરી હતી. આ ફ્રી અનાજ પણ રાશન કાર્ડ પર નક્કી કરાયેલા કોટાથી વધારાનું આપવામાં આવે છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

Google Year in Search 2021 / કોવિડ-19, નીરજ ચોપરા, આર્યન ખાન અને ફિલ્મ જય ભીમ સૌથી વધુ સર્ચ, જુઓ આખી લિસ્ટ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!