GSTV
Gujarat Government Advertisement

નાના વેપારીઓ માટે નવી સ્કીમ: બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપી રહી છે રૂપિયા, ઘરેથી જ શરૂ કરી શકાય છે કામ

સ્કીમ

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

દેશના નાના વેપારીઓ માટે સરકાર એક નવી સ્કીમ લઇને આવી છે. આ સ્કીમ ફૂડનો વેપાર કરતા લોકો માટે છે. જે લોકો પોતાનો વેપાર શરૂ કરવા માંગે છે, સરકાર તેમને આર્થિક મદદ કરશે અને એવા લોકો ઘરે બેસી કામ શરૂ કરી શકે છે. આ યોજનાનું નામ પીએમ એફએમઈ સ્કીમ (PM FME scheme) છે. તેને પીએમ ફૉર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝેસ કહેવામાં આવ્યું છે.

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે આ સ્કીમ લાભકારક છે. મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી તરફથી આ યોજના આગળ વધારવામાં આવી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી નાના વેપાર કરતા લોકો તેને અપનાવી શકે અને પોતાનો વેપાર આગળ વધારી શકે. સરકારને વિશ્વાસ છે કે આ સ્કીમ દ્વારા અર્થવ્યવસ્થામાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે અને 9 લાખ રોજગાર ઉત્પન્ન થશે. આ યોજના દ્વારા દેશની 8 લાખ કંપનીઓને ફાયદો પહોંચવાની આશા છે.

આ નાના વેપાર શરૂ કરી શકાય છે

એક સરકારી આંકડા મુજબ દેશમાં ફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિત અંદાજે 25 લાખ કંપનીઓ છે અને આ સેક્ટરથી 74 ટકા લોકોને રોજગાર મળે છે. તેમાં 66 ટકા યૂનિટ્સ ગ્રામીણ વિસ્તારમાં છે અને અંદાજે 80 ટકા યૂનિટ્સ પરિવારો દ્વારા ચલાવવામાં આવે છે. તેને જોતા આ સ્કીમ નાના વેપારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સ્કીમનો લાભ લઇ કેરી, લીચી, ટામેટા, સાબૂદાણા, મોસંબી, ભજીયા, પાપડ, અથાણું, મોટા અનાજની પ્રોડક્ટ, માછલી, પોલ્ટ્રી અને પશુ ચારા સંબંધિત પ્રોડક્ટ્સ બનાવી વેચી શકાય છે. એક સ્કીમમાં એક જીલ્લા-એક ઉત્પાદક તરીકે માર્કેટિંગ કરવાનો લાભ મળશે.

સરકાર કેટલો ખર્ચ કરશે?

પીએમ એફએમઈ સ્કીમ હેઠળ સરકાર 2020થી 2025ના 5 વર્ષોમાં 10 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. ખર્ચ જોવામાં આવે તો તેમાં 60 ટકા ભાગીદારી કેન્દ્રની અને 40 ટકા રાજ્યોની હશે. જો લોકો તેમની પોતાની ફેક્ટ્રી અથવા કારખાનાને અપગ્રેડ કરવા માંગે છે, તેઓ તેના માટે 35 ટકા ખર્ચનો હિસ્સો સબ્સિડી તરીકે લઇ શકે છે. તેમાં મહત્તમ હિસ્સો પ્રતિ યૂનિટ 10 લાખ રૂપિયા છે.

કેવી રીતે અરજી કરવી?

તેના માટે ફૂડ પ્રોસેસિંગ યૂનિટ્સ એફએમઈના પોર્ટલ પર જવુ પડશે. અહીં ઑનલાઇન અરજી કરી શકાય છે. મિનિસ્ટ્રી ઑફ ફૂડ પ્રોસેસિંગ તરફથી દરેક જિલ્લામાં રિસોર્સ પરસન બનાવવામાં આવ્યા છે, જે યૂનિટ્સ માટે ડીપીઆર તૈયાર કરશો, બેંકથી લોન લેવી, એફએસએસએઆઈના સ્ટાન્ડર્ડને પૂર્ણ કરવા અને રજિસ્ટ્રેશન કરાવવા અંગે જાણકારી આપશે. જેને યૂનિટ્સ લગાવવા છે, તેઓ તેમનો ડીપીઆર અરજી સહિત રાજ્યના નોડલ અધિકારીને મોકલી શકે છે. સરકાર તરફથી તેની તપાસ કર્યા પછી રકમ લાભાર્થીના અકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે. લોન પર પણ કેટલીક છૂટ આપવામાં આવશે અને તેના પર કોઈ વ્યાજ નહીં લાગે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!