GSTV

ખેડૂતો આનંદોઃ પાક નિષ્ફળ જાય તો પણ ચિંતા ન કરતા, હવે સરકારે કરશે આર્થિક મદદ

ઘણીવખત વધારે વરસાદ અથવા દુષ્કાળ જેવી પ્રાકૃતિક વિપત્તીઓના કારણે પાકને ખૂબ જ નુકસાન પહોંચે છે. જેની ભરપાઈ ખેડૂતોને કરવી પડે છે. તેમનો ખર્ચ ન નીકળવાના કારણે ખેડૂતોએ ખેતી માટે લેવામાં આવેલી લોનની ચૂકવણીનું ટેંશન રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર તરફથી પીએમ ફસલ વીમા યોજના ચલાવવામાં આવી રહ્યુ છે. જે હેઠળ હવે પાકનો પણ વીમો હશે. જેમાં કોઈપણ પ્રકારના નુકસાન પર સરકાર ખેડૂતોની આર્થિક મદદ કરશે. તો શું છે આ યોજના અને કેવી રીતે લઈ શકશુ તેનો લાભ આવો જાણીએ…

શું છે ફસલ વીમા યોજના

પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ પ્રાકૃતિક વિપત્તિ, કીટાણુ અને રોગના કારણે પાકને નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં ખેડૂતોને વીમા કવર અને નાણાકિય સહાયતા આપવામાં આવશે. જેમાં સરકાર તરફથી અધિસૂચિત પાકમાં કોઈમાં પણ નુકસાન પર ધનરાશિ મળશે. આ સ્કીમનો હેતુ ખેડૂતોને કૃષિમાં આધુનિક પદ્ધતિઓને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા અને તેમને સરળતાથી કૃષિ ક્ષેત્રમાં રૂણ આપવાનો છે. તેનાથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવશે.

સ્કીમ સાથે જોડાયેલી ખાસ વાતો

  • PMFBY યોજના વાણિજ્યિક અને બાગવાની પાક માટે વીમા સુરક્ષા પ્રદાન કરે છે.
  • આ યોજના હેઠળ ખેડૂતોને ખરીફ પાક માટે 2 ટકા સુધીની પ્રીમિયમ અને રવિ પાક માટે 1.5 ટકા પ્રીમિયમની ચૂકવણી કરવી પડે છે.
  • પાક વાવ્યાના 10 દિવસની અંદર તમારે PMFBY નું ફોક્મ ભરવુ જરૂરી છે.
  • પાક કાપવાથી 14 દિવસની અંદર જો પાકને નુકસાન પહોંચે છે તો પણ યોજનાનો લાભ લઈ શકાય છે.
  • ખેડૂત યોજના સંબંધિત જાણકારી માટે પાક વીમા એપનો વપરાશ કરી શકે છે. તમે ઈચ્છો તો પાક વીમા, કૃ।ષિ સહયોગ અને કિસાન કલ્યાણ વિભાગ (DAC અને પરિવાર કલ્યાણ) ની વેબસાઈટમાં પણ વિવરણ જોઈ શકાય છે.

READ ALSO

Related posts

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!