GSTV
India News Trending

મોટા સમાચાર / ના કોઈ સુરક્ષા કે ના કરાઈ કોઈ તૈયારી, સામાન્ય માણસની જેમ પીએમ નીકળ્યા દિલ્લીના રસ્તાઓ પર

દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની દિવાળી સેનાના જવાનો સાથે ઉજવી રહ્યા છે. પીએમ મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં દીપાવલીની ઉજવણી પ્રસંગે ભારતીય સેનાના જવાનોને મળવા માટે પહોંચ્યા હતા, તેમણે સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવાની પોતાની પરંપરા જાળવી રાખી હતી. પીએમ મોદીનો કાફલો જ્યારે દિલ્હીથી નૌશેરા જવા રવાના થયો ત્યારે દિલ્હીની શેરીઓમાં એક અસામાન્ય દ્રશ્ય જોવામા આવ્યુ હત. પીએમ મોદીનો કાફલો ઓછી સુરક્ષા અને ટ્રાફિક પ્રતિબંધ વિના દિલ્હીના રસ્તા પરથી પસાર થતો જોવા મળ્યો હતો.

હાલ એક વિડીયો બહાર આવ્યો હતો કે, જેમા એવુ કહેવામા આવ્યું હતું કે, આજે વહેલી સવારે જ્યારે પીએમ મોદી જમ્મુ-કાશ્મીરના નૌશેરા જવા રવાના થયા ત્યારે દિલ્હીના રસ્તા પર ન્યૂનતમ સુરક્ષા હતી અને કોઈપણ પ્રકારનો ટ્રાફિકનો પ્રતિબંધ નહોતો. આ વીડિયોમાં એવુ પણ બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે પીએમ મોદીનો કાફલો સામાન્ય ટ્રેનોની જેમ પસાર થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશના સરહદી વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ થઇ હતી. સત્તાવાર સૂત્રોએ નૌશેરામાં સૈન્ય પદ પર વડાપ્રધાનની ફોટોસ શેર કરી હતી. નૌશેરામાં પીએમ મોદી જવાનોને મળ્યા અને ત્યારબાદ ફરજ દરમિયાન શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીની સૈનિકો સાથે દિવાળી ઉજવવાની યોજનાથી જવાનોનુ મનોબળ જરૂર વધશે. ઓક્ટોબરમાં ભારતીય સેનાએ સાઉથ પીર પાંજલમા 11 જવાનોને ગુમાવ્યા હતા. આ વિસ્તારમાં એકાએક આતંકવાદમાં વધારો થયો છે. કલમ-370 ને દૂર કરવાની બીજી વર્ષગાંઠના એક દિવસ બાદ 6 ઓગસ્ટે આ વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું.

Read Also

Related posts

સતત ચોથા દિવસે ભારતીય બજારમાં વેચવાલી, નવ ટ્રેડીંગ સત્રમાં રોકાણકારોના રૂ.16.59 લાખ કરોડનું ધોવાણ

GSTV Web Desk

કોંગ્રેસ મુખ્યમંત્રી બદલવામાં હંમેશા ફેલ કેમ થઈ? 1 નહીં 6 વાર કરી આ ભૂલ

Hemal Vegda

I&B Ministry : સરકારે 10 યુટ્યુબ ચેનલો – 45 વીડિયોઝને બ્લોક કર્યા, ફેક ન્યૂઝ દ્વારા ધાર્મિક ફેલાવતા હતા ઉન્માદ

GSTV Web Desk
GSTV