100 જેટલા પૂર્વ સરકારી અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શનિવારે એક ઓપન લેટર લખી PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું કે, સાર્વજનિક જવાબદારીના માપદંડોનું પાલન કરતા આવક અને ખર્ચની માહિતી ઉપલબ્ધ કરાવવી જરૂરી જેથી કોઈપણ પ્રકારની શંકાથી બચી શકાય.
પૂર્વ અધિકારીઓના ઓપન લેટરમાં અધિકારીઓએ લખ્યું છે કે,‘અમે PM-CARES કે ઈમરજન્સીની સ્થિતિમાં નાગરિક સહાયતા અને રાહત વિશે ચાલતી ચર્ચાઓને નજીકથી જોઈ રહ્યાં છે. આ ફંડ કોવિડ મહામારીથી પ્રભાવિત લોકોના ફાયદા માટે બનાવવામાં આવ્યું હતું. જે ઉદ્દેશથી આ ફંડ બનાવવામાં આવ્યું અને તેનો જે રીતે ઉપયોગ કરવામા આવ્યો તે બંને અંગે ઘણા સવાલ ઉઠતા રહ્યાં છે અને તેમનો જવાબ મળ્યો નથી.’
વડાપ્રધાન પદની ગરિમા જળવાય તે માટે પારદર્શકતા જરૂરી
પત્રમાં પૂર્વ અધિકારીઓએ આગળ લખ્યું કે,‘ આ જરૂરી છે કે વડાપ્રધાન સાથે જોડાયેલા તમામ લેણદેણને સંપૂર્ણ રીતે પારદર્શકતા સાથે રાખી વડાપ્રધાનના પદ અને પ્રતિષ્ઠાને જાળવી રાખવામા આવે.’ આ પત્ર પર પૂર્વ આઈએએસ અધિકારી અનિતા અગ્નિહોત્રી, એસપી એમ્બ્રોસે, શરદ બેહાર, સજ્જાદ હસન, હર્ષ મંદર, પી જૉય ઓમેન, અરુણા રૉય, પૂર્વ રાજદૂત મધુ ભાદુડી, કે.પી. ફાબિયાન, દેબ મુખર્જી, સુજાતા સિંહ અને પૂર્વ આઈપીએસ અધિકારી એ.એસ.દુલાત, પી.જી.જે નંબૂદરી તથા જૂલિયા રીબીરો સહિતના લોકોએ સહી કરી છે.
કોરોના સામેની લડાઈ માટે થઈ PM-CARES ફંડની રચના
વડાપ્રધાન મોદી દ્વારા ગત વર્ષે કોરોના વાઈરસ વિરુદ્ધની લડાઈમાં આર્થિક સહયોગ માટે PM-CARES ફંડની રચના કરવામા આવી હતી. જેમાં ઘણા ઉદ્યોગપતિઓની સાથે સામાન્ય લોકોએ નાની-મોટી રકમ દાન પેટે આપી હતી. માત્ર 5 દિવસમાં જ તેમાં 3076 કરોડ રૂપિયા જમા થયા હતા. જે પછી ફંડની રકમનો ઉપયોગ વેન્ટિલેટર્સ સહિતના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી વસ્તુઓ ખરીદવા માટે કરવામા આવ્યો હતો.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર