GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

PM કેર ફંડમાં દેશમાંથી નહીં પણ વિદેશમાંથી આવશે દાન, મોદીએ કર્યો આ આદેશ

PM

વડાપ્રધાન મોદીએ ભારતના રાજદૂતો અને ઉચ્ચાયુક્તો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી. સુત્રો મુજબ આ દરમિયાન તેમણે પીએમ કેર(PM Care)માં મદદ કરવા માટે તેમને આગળ આવવા કહ્યું હતું. કોરોના (Corona) વાઈરસને લઈને દેશના સામાન્ય નાગરિકથી લઈ વિશેષ લોકો પીએમ કેરમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે. આ વચ્ચે સરકારે તે નિર્ણય કર્યો છે કે તેઓ પીએમ કેરમાં વિદેશમાંથી પણ દાન સ્વિકારશે, સુત્રોએ વાતની જાણકારી આપી છે.

રાજદૂતો અને ઉચ્ચાયુક્તો સાથે પોતાની વાતચીત દરમિયાન પીએમ મોદીએ તેમને કોરોના વાઈરસને લઈને કરવામાં આવેલા લૉકડાઉનના નિર્ણય અને અન્ય જાણકારીએ આપી હતી. સરકાર તરફથી રાહત પેકેજની જાહેરાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેમણે રાજદૂતો અને ઉચ્ચાયુક્તોને કહ્યું હતું કે તેઓ જે દેશમાં છે ત્યાં કોરોના વાઈરસ સામે લડવા માટે ક્યા પ્રકારના પગલાં ભરવામાં આવી રહ્યાં છે તેની જાણકારી આપે.

PM

દિલ્હી પોલિસ દ્વારા વારંવાર ચેતવણી છતાં તબલિગી જમાત જીદ અને હઠિલા વલણે આજે દેશની પરિસ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 164 કેસ દિલ્હીના નિઝામુદ્દીન મરકજની તબલીગી પ્રવૃત્તિમાં સામેલ લોકો સાથે સીધા જોડાયેલા છે. ઘણાં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ છે. આ બધાઓની ચકાસણી ચાલુ છે. કેટલાકના રિપોર્ટ આવી ગયા છે.હજુ ઘણાંના રિપોર્ટ આવવાના બાકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ છે અને અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે. મોતનાં 3 નવા કેસ નોંધાયા છે. 132 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 1900ને પાર કરી ગઈ છે. 53 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

ઘણા રાજ્યોમાં તબલીગી જમાતના લોકોમાં કોરોના પોઝીટીવ

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ તબલિગી જમાતનાં લોકો દેશના તમામ ભાગોમાં મુસાફરી કરી છે. નવા કેસોમાં જમ્મુ અને કાશ્મીરના 23, તેલંગાણાના 20, આંધ્રપ્રદેશના 17, આંદામાન અને નિકોબારના 9, તમિળનાડુના 65, દિલ્હીના 18 અને પુડુચેરીના 2 કેસનો સમાવેશ થાય છે. જેમાં તબલિગી જમાતના લોકો ગયા છે કે તેમના સંપર્કમાં આવેલા લોગો છે. અન્ય સ્થળોએ પણ લોકોની તપાસ ચાલી રહી છે.

લોકોને ધાર્મિક કાર્યક્રમોથી બચવા માટે આરોગ્ય મંત્રાલયની અપીલ

આરોગ્ય મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, ‘દિલ્હીમાં જમાત સાથે સંકળાયેલા 1800 લોકોને 9 જુદી જુદી હોસ્પિટલો અને સંસર્ગનિષેધ કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. નવા કેસો જે 24 કલાકમાં આવ્યા છે, તેઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાષ્ટ્રીય વલણને ફરીથી ઉત્પન્ન કરતા નથી. આરોગ્ય મંત્રાલયે લોકોને તાકીદ કરી છે કે લોકડાઉન દરમિયાન કોઈપણ મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક અંતર સંબંધિત કોઈપણ માર્ગદર્શિકાનું સખત પાલન કરવામાં આવે.

Read Also

Related posts

જ્યારે બ્રાડ પિટે ઐશ્વર્યા અંગે આવી ઇચ્છા વ્યક્ત કરી હતી, એક્ટ્રેસે ફિલ્મનો ઇનકાર કર્યો હતો

Mansi Patel

ખરીદો દેશની સૌથી વધારે માઈલેજ આપતી બાઈક, આટલી ઓછી કિંમતમાં મળશે 70kmpl

Ankita Trada

સરકારી આંકડા સાચા કે સુરતમાં સ્મશાનમાં રાખ થયેલા કે દફન થયેલા મૃતદેહ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!