GSTV

PM Awas Yojana : PM આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે મળી શકે છે ત્રણ ગણી વધુ રકમ, જાણો વિગતો

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

પ્રધાનમંત્રી પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે ચાર લાખ રૂપિયા આપવાની દરખાસ્ત કરવામાં આવી છે. સમિતિ માને છે કે હવે મકાનો બનાવવાની કિંમત વધી છે. જો આ પ્રસ્તાવ મંજૂર થશે, તો હવે લોકોને પીએમ આવાસ હેઠળ પહેલા કરતા 3 ગણા વધુ પૈસા મળશે. આવો જાણીયે શું છે આ પ્રસ્તાવમાં.

શું પીએમ આવાસ યોજનાની રકમમાં વધારો થશે?

ઝારખંડ વિધાનસભાની અંદાજ સમિતિએ રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવવા માટે ચાર લાખ રૂપિયાની ભલામણ કરી છે. સમિતિના અધ્યક્ષ દીપક બિરુઆએ ચોમાસુ સત્રના છેલ્લા દિવસે અંદાજ સમિતિનો અહેવાલ ગૃહના ટેબલ પર મૂક્યો. જેએમએમના ધારાસભ્ય દીપક બિરુઆ કહે છે કે દરેક વસ્તુની કિંમતમાં વધારો થયો છે. હકીકતમાં, રેતી, સિમેન્ટ, સળિયા, ઇંટો ભાવ વધવાના કારણે, ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવતા મકાનોની કિંમત વધી છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વિનંતી

બિરુઆએ કહ્યું કે બીપીએલ પરિવારો તેમની બાજુથી 50 હજારથી એક લાખ રૂપિયા આપવા સક્ષમ નથી. આવી સ્થિતિમાં, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચાલતી પીએમ આવાસ યોજના અંતર્ગત બનતા મકાનોની કિંમત 1.20 લાખ રૂપિયાથી વધારીને 4 લાખ રૂપિયા કરવી જોઈએ, જેથી ઘરો વ્યવહારીક રીતે બનાવી શકાય અને લોકો આગળ આવે. તે સાથે જ તેમણે એમ પણ કહ્યું કે રાજ્યની સરકાર રાજ્યનો હિસ્સો વધારવા પર વિચાર કરી શકે છે. ધારાસભ્યો વૈદ્યનાથ રામ, નારાયણ દાસ, લંબોદર મહતો અને અંબા પ્રસાદ અંદાજ સમિતિમાં સભ્યો તરીકે હાજર રહ્યા હતા.

ALSO READ

Related posts

મળી સિદ્ધિ / વિશ્વનો બીજા નંબરનો ખાંડ ઉત્પાદક દેશ બન્યો ભારત, વર્તમાન વર્ષમાં ઉત્પાદનમાં 2.9 ટકાનો થશે વધારો

GSTV Web Desk

LPG Subsidy Updates : વધી જશે રસોઈ ગેસની કીંમત? નથી મળી રહી સબસીડી તો કરો આ સરળ કામ

Vishvesh Dave

Gold Price : યુએસ ફેડના નિર્ણય બાદ સોના અને ચાંદીની કિંમતમાં જોરદાર ઘટાડો, 1000 રૂપિયાથી વધુ તૂટ્યા ભાવ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!