GSTV

પીએમ આવાસ યોજના: સબસિડીનો લાભ મેળવવા માટે આ શબ્દોનો અર્થ જાણવો છે ખૂબ જ જરૂરી, આ છે આવકની શરતો

આવાસ

Last Updated on August 17, 2020 by Bansari

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે સરકાર હોમ લોન પર 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડી પૂરી પાડે છે. સરકારનો ટાર્ગેટ છે કે દરેક પરિવારનું પોતાનું એક ઘર હોય. કરોડો લોકો આ સ્કીમનો લાભ લઇ રહ્યાં છે. પીએમ આવાસ યોજનાને લઇને મોટાભાગના લોકોના મનમાં અનેક પ્રકારના સવાલ ઉભા થાય છે. જાણકારીના અભાવે તેઓ સ્કીમનો લાભ નથી લઇ શકતાં.

જાણો શું છે આ શબ્દોનો અર્થ

યોજનાને લઇને મોટાભાગે લોકોના મનમાં ત્રણ કેટેગરી EWS, LIG અને MIGને લઇને મૂંઝવણની સ્થિતિ પેદા થાય છે. લોકોને સમજાતુ થી કે આ શું છે અને તેઓ કઇ કેટેગરીમાં સામેલ છે. તેના માટે સૌથી પહેલા તે જાણવુ જરૂરી છે કે આ ત્રણેય કેટેગરી શું છે. EWSનું પુરુ નામ આર્થિક રીતે નબળો વર્ગ, LIG એટલે નિમ્મ આવક ધરાવતો વર્ગ અને MIG એટલે કે મધ્યમ આવક ધરાવતો વર્ગ. આ શબ્દ વ્યક્તિની આવકનું ધોરણ દર્શાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

HOME LOAN

3 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક વાળા EWSની કેટેગરીમાં મુકવામાં આવ્યા છે. સાથે જ 3 લાખથી વધુ અને 6 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા LIG કેટેગરીમાં અને 6 લાખથી વધુ અને 18 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોને MIG કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.

જણાવી દઇએ કે સરકારે આ સ્કીમ દ્વારા 31 માર્ચ, 2022 સુધી તેના અંતર્ગત 2 કરોડ ઘર બનાવવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. જે લોકો પહેલીવાર ઘર ખરીદી રહ્યાં છે, તેમને યોજના અંતર્ગત વ્યાજ સબસિડીનો લાભ મળે છે. યોજના અનુસાર સબસિડીની રકમ પહેલા તમારી લોનની રકમ ઘટી જાય છે અને આ રીતે તમારા પર વ્યાજનો ઓછો બોજ પડશે.

Read Also

Related posts

ખુશખબર! પીએમ કિસાન યોજનામાં 6000ના બદલે ખાતામાં આવશે 12000 રૂપિયા, પરંતુ આ ખેડૂતોને નહીં મળે લાભ

Bansari

બરોડા ડેરી વિવાદ: પાટિલે ભાજપના જૂથો વચ્ચેનો ડખ્ખો શાંત પાડવા માટે ખેડૂતોને 27 કરોડનો એડવાંસ ભાવફેર આપવા રાજી થયાં

Pravin Makwana

અભિયાન/ 93.70 ટકા સાથે વેક્સિનેશનમાં ગુજરાતનું આ શહેર અગ્રેસર, તમામને વેક્સિન આપવાની કવાયત હાથ ધરાઇ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!