GSTV
Gujarat Government Advertisement

PM આવાસ યોજના: પાત્રતા હોવા છતાં નથી મળી રહી આ સબ્સિડી, અહીંયા કરો ફરીયાદ મળશે સમાધાન

Last Updated on August 1, 2020 by pratik shah

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકાર હોમ લોન પર ક્રેડિટ લિંક્ડ સબ્સિડી ઉપલબ્ધ કરે છે. હોમ લોન પર 2.67 લાખ રૂપિયા સુધીની સબ્સિડીનો ફાયદો કર્જદારોને પહોંચાડી રહી છે. આ યોજના હેઠળ કરોડો લોકોને ફાયદો ઉઠાવ્યો છે. યોજના સાથે જોડાવા માટે કેટલાક નિયમ અને શરતો પણ બનાવવામાં આવી છે. જો કોઈ આ શરતોને પૂર્ણ કરે છે તો, તે આ યોજના માટે પાત્ર માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુધી પોતાની ફરિયાદને પહોંચાડી શકો છો

ઘણી વખત જોવા મળે છે કે, તે લોકો જે સબ્સિડી મેળવવા માટે પાત્ર હોય છે તેમને તેનો ફાયદો મળતો નથી. તેઓ ઓફિસ અને બેન્કના ચક્કર કાપતા રહે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તમારી વાતને કોઈ સાંભળનાર નથી તો પરેશાન થવાની જરૂરિયાત નથી. તમે મુખ્યમંત્રઈથી લઈને પ્રધાનમંત્રી સુધી પોતાની ફરિયાદને પહોંચાડી શકો છો.

મુખ્યમંત્રીને આ રીતે કરો ફરીયાદ

તમે જે પણ રાજ્યમાં રહો છો ત્યાંના મુખ્યમંત્રીની પાસે પોતાની ફરીયાદ પહોંચાડી શકો છો. લગભગ દરેક રાજ્યના મુખ્યમંત્રી સુધી ફરીયાદ પહોંચાડવા માટે ઓનલાઈન ફરીયાદ પંજીકરણ પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. તે થકી તમે ઘરે બેઠા-બેઠા પોતાની સમસ્યા અને ફરીયાદને સીધા સીએમ સુધી પહોંચાડી શકે છે. ઉદાહરણ કરી જો કોઈ ઉત્તરપ્રદેશનો નિવાસી છે તો તે https://jansunwai.up.nic.in/પર વિઝિટ કરશે.

PMO ને આ રીતે કરો ફરીયાદ

તમે તમારી ફરીયાદને પીએમઓ સુધી પણ પહોંચાડી શકો છો. જો તમને લાગે છે કે, આ યોજનાનો લાભ મળવો જોઈએ, પરંતુ તો પણ નથી મળી રહ્યો તો, તે માટે તમારે પીએમઓ ઈંડિયાની વેબસાઈટ https://www.pmindia.gov.in/en/interact-wiyhhonble-pm/પર વિઝિટ કરો, અહીંય તમને ‘Write ti the Prime minister’ નો વિકલ્પ નજર આવશે. આ પર ક્લિક કરવાનુ રહેશે અને એક ફોર્મ ભરો. તમારે નામ, એડ્રેસ સિવાય તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી, કમ્પલેંટ કેટેગિરી દાખલ કરી પોતાની ફરીયાદને સબમિટ કરી દેવી પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખતરા વાળ અને ટાલની ચિંતા છોડોઃ વાળની તમામ સમસ્યાઓને દૂર કરી દેશે આ એક ઉપાય, જાણો કેવા મળી રહ્યા છે તેના ફાયદાઓ

Harshad Patel

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!