GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

PM આવાસ યોજનાનો લાભ લેવા માટે કેટલી આવક હોવી જોઈએ ? હોમ લોન પર મળી રહી છે આટલી સબ્સિડી, જાણો વિગતે…

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી હોમ લોન પર ક્રેડિટ લિંક્ડ સબ્સિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પોતાના ખુદનું ઘર હોવાનુ સપનુ જોતા લોકો આ સ્કીમ થકી સબ્સિડીનો ફાયદો લઈ રહ્યા છે. આ યોજના હેઠળ 2.67 લાખ રૂપિયા સુધીની સબ્સિડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સરકારે આ યોજના હેઠળ ક્યાં લોકોને ફાયદો મળશે અને કેટલો મળશે તે માટે શરતો બનાવી છે.

3 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે

ઘણી વખત લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે, કેટલી આવક ધરાવનાર લોકોને આ સ્કીમ હેઠળ કેટલો લાભ એટલે કે, સબ્સિડી મળી શકે છે. નિયમો પ્રમામે આ સ્કીમ હેઠળ EWS માટે વર્ષની ઘરેલુ આવક 3 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. LIG માટે 3 લાખથી 6 લાખ અને 12 થી 18 લાખ રૂપિયાની આવક ધરાવનાર લોકો આ સ્કીમનો લાભ લઈ શકે છે. વર્ષની આવક 2.5 લાખ રૂપિયા હોવા પર આવકનું પ્રમાણપત્ર અરજીની સાથે અટેચ કરી આપવુ પડશે.

પ્રથમ વખત ઘર ખરીદી રહ્યા છે

સરકારે આ સ્કીમ થકી 31 માર્ચ 2020 સુધી આ હેઠળ 2 કરોડ ઘર બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. વર્ષ 2022 સુધી 26 રાજ્યોના 2,508 શહેરોને તેની અંતર્ગત લાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જે લોકો પ્રથમ વખત ઘર ખરીદી રહ્યા છે. તેમને યોજનાની હેઠળ વ્યાજ સબ્સિડીનો લાભ મળે છે. જેમાં પ્લોટ પર કંસ્ટ્રક્શન માટે લાભ લેવામાં આવી શકે છે.

પીએમ આવાસ યોજનામાં કવર કરવામાં આવે છે

બેન્ક સિવાય આ યોજના માટે સ્મોલ ફાઈનાન્સ બેન્ક, ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક, હાઉસિંગ ફાઈનાન્સ કંપની, નેશનલ હાઉસિંગ બેન્ક અને હુડકો થકી પણ આ યોજના માટે અપ્લાઈ કરી શકાય છે. ઈંડિવિઝુઅલ હાઉસ કંસ્ટ્રક્શન સ્કીમ હેઠળ એવા લાભાર્થિયોને પીએમ આવાસ યોજનામાં કવર કરવામાં આવે છે. આ સ્કીમ હેઠળ લાભાર્થી પરીવારમાં પતિ, પત્ની, અવિવાહિત દિકરો અથવા અવિવાહિત દિકરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોના સંકટના કારણે કેન્દ્રએ સ્કીમને 31 માર્ચ 2021 સુધી વધારી દીધી છે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!