GSTV
Gujarat Government Advertisement

પીએમ આવાસ યોજના માટે આ પ્રાઇવેટ બેન્કો પણ આપે છે લોન, આ રીતે મેળવો 2.67 લાખની સબસિડીનો લાભ

લોન

Last Updated on September 1, 2020 by Bansari

Pradhan mantri Awas Yojana, HDFC, ICICI: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર હોમ લોનના વ્યાજ પર 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડી પૂરી પાડે છે. પોતાના ઘરનું સપનુ જોનારા લોકો આ સ્કીમ અંતર્ગત સબસિડીનો લાભ લઇ શકે છે. યોજનાનો લાભ વધુમાં વધુ લોકો અને જરૂરિયાતમંદોને મળે તેના માટે સરકારે કેટલીક શરતો પણ મુકી છે.

આ રીતે લોન માટે કરો અપ્લાય

આ યોજના અંતર્ગત લોન માટે તમે પ્રાઇવેટ અને સરકારી બંને બેન્કમાં અપ્લાય કરી શકો છો. મોટાભાગે લોકોના મનમાં તે સવાલ હોય છે કે તે કઇ પ્રાઇવેટ બેન્કમાં જાય અને કઇમાં નહી. ખોટી બેન્કમાં જઇને અરજી કરનારા પોતાનો સમ અને ઉર્જા બંને બરબાદ કરે છે. તેવામાં કોઇપણ બેન્કમાં જઇને પોતાની આ બંને કિંમતી વસ્તુઓ ખર્ચ કરે તેના કરતાં સારુ એ છે કે પહેલાથી જ સાચી જાણકારી એકઠી કરી લો.

SBI

યોજના માટે સરકારે કેટલીક પ્રાઇવેટ બેન્કોને પણ સામાન્ય લોકો સુધી લોન સબસિડીની સુવિધા પહોંચાડવા માટે હાયર કરી છે. તમે એચડીએફસી, આઇસીઆઇસીઆઇ, એક્સિસ બેન્ક લિમિટેડમાં અપ્લાય કરી શકો છો.  આ બેન્કમાં જઇને તમે એપ્લીકેશન ફોર્મ જમા કરી શકો છો. અરજીના સમયે તમારે ચાર્જીસ રૂપે 25 રૂપિયા સાથે જીએસટીની ચુકવણી કરવી પડશે.

સરકાર તરફથી મંજૂરી મળવી છે જરૂરી

જો તમારી અરજી યોગ્ય માનવામાં આવશે તો સરકાર તરફથી તમને મંજૂરી મળ્યા બાદ બેન્ક તમને લોન આપી દેશે. સાથે જ જો તમારી અરજી અયોગ્ય ઠરશે અથવા તો તમે પાત્ર નહી ઠરો તો તમને બેન્ક સરકારની મંજૂરી વિના લોન નહી આપે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર/ ખેડૂતોની આવક બમણી કરવા માટે ઈઝરાયેલથી આવશે વૈજ્ઞાનિકો, ગુજરાતના ગામડાઓ પણ થયા પસંદ

Pritesh Mehta

જેવા સાથે તેવા / ભારતે પાકિસ્તાનને વધુ એક મોરચે આપ્યો મોટો ઝટકો, આ ઈન્ડસ્ટ્રીઝ સાફ થઈ જશે અને વેપારીઓ બરબાદ

Harshad Patel

કાળો કહેર / દેશમાં કોરોનાની બીજી લહેરના ભોગ બન્યા 750થી પણ વધુ ડૉક્ટરો, સૌથી વધારે મોત આ રાજ્યમાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!