GSTV

પીએમ આવાસ યોજનામાં શું છે તમારી એપ્લિકેશનનું સ્ટેટ્સ ?? ઘરે બેઠા આ રીતે કરી શકો છો ચેક

આવાસ

Last Updated on May 1, 2021 by Bansari

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું ઘર બનાવવાનું સપનું જોતા લોકોની ખુબ મદદ કરી છે.આ યોજના હેઠળ, ઘણા લોકોને સરકાર તરફથી સબસિડી પણ આપવમાં આવી છે, જેની મદદથી ઘણા લોકોને બેંક લોનની ભરપાઈ કરવામાં ખુબ મદદ મળી છે. ઘણા લોકોએ આ માટે અરજી કરી છે અને સરકારની સબસિડીનો લાભ લીધો છે. હજી પણ ઘણા લોકોએ આ યોજના હેઠળ અરજી કરી છે, પરંતુ કેટલીકવાર એપ્લિકેશનને મંજૂરી માટે વધુ સમય લાગી જતો હોય છે.

જ્યારે પણ લોકો આ માટે અરજી કરે છે, ત્યારે તેઓ જાણવા માંગે છે કે તેમની અરજીનું શું થયું અને તેનું શું સ્ટેટ્સ છે. જો તમે પણ પીએમ આવાસ યોજનામાં સબસિડી માટે અરજી કરી છે અને હજી સુધી મંજૂરી નથી મળી, તો તમે પણ સરળતાથી તમારી એપ્લિકેશનનું સ્ટેટ્સ જાણી શકો છો.. જાણીએ ઓનલાઇન એપ્લિકેશન સ્ટેટ્સ જાણવા માટેની પ્રક્રિયા..

આવાસ

કેવી રીતે જાણી શકાશે એપ્લિકેશનનું સ્ટેટ્સ

જો તમે પણ પીએમ આવાસ યોજના હેઠળ વ્યાજ સબસિડી માટે અરજી કરી છે, તો તમે પણ ઓનલાઇન માધ્યમથી ઘરે બેઠા એપ્લિકેશનનું સ્ટેટ્સ જાણી શકો છો.. આ પ્રક્રિયામાં ખુબ જ ઓછો લાગતો હોય છે..

શું છે સંપૂર્ણ પ્રક્રિયા ??

સામાન્ય રીતે આ યોજના સાથે જોડાયેલ અધિકારી દ્વારા પણ એપ્લિકેશન રિઝલ્ટ જાણી શકાય છે.. જો કે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન પણ એપ્લિકેશનને ટ્રેક કરી શકો છો.. સૌ પ્રથમ, તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સત્તાવાર પોર્ટલ પર જવું પડશે.. આ પોર્ટલ પર તમારે Citizen Assessment પર ક્લિક કરવાનું રહેશે.. ત્યારબાદ Track Your Assessment Status પર ક્લિક કરવાથી એક નવું પેજ ખુલશે..

આવાસ

આ પછી, તમારે તમારો નોંધણી નંબર દાખલ કરવાનો રહેશે. જો તમારી પાસે તમારો નોંધણી નંબર નથી, તો તમારા નામ, પિતાના નામ અને મોબાઇલ નંબર દ્વારા પણ એપ્લિકેશન સ્ટેટ્સ જાણી શકો છો. આ માટે, તમારે બીજો ઓપશન પસંદ કરવાનો રહેશે.. અહીં તમને કેટલીક માહિતી પૂછવામાં આવશે, જેમાં તમારા શહેરના નામ સહિત તમારી વ્યક્તિગત માહિતી શામેલ છે. માંગેલી બધી માહિતી ભર્યા પછી, તમારી એપ્લિકેશનનું સ્ટેટ્સ સામે આવી જશે. આ પછી, તમે તમારા નામ પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

કોને કેટલી મળે છે સબસીડી

જો એપ્લિકેશનની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોય છે, તો 6 લાખની લોન પર 6.5 ટકાની સબસિડી આપવામાં આવે છે. આ સિવાય 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4 ટકા વ્યાજ સબસિડી મળે છે. તે જ સમયે, 18 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3 ટકા વ્યાજ સબસિડી મળે છે. આમાં મહત્તમ લોનની મર્યાદા 48 લાખ રૂપિયા સુધીની હોય છે.

Read Also

Related posts

પૂર્વ ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરને ફરી જાનથી મારી નાખવાની મળી ધમકી, કાશ્મીરથી આવી ગંભીર ચેતવણી

Vishvesh Dave

વાયરલ વિડીયો / જાતે પાણી ચાલુ કરીને પોપટે લીધી નહાવાની મજા! સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો વિડીયો

Vishvesh Dave

બોલિવુડ ગપશપ / સૈફ અલી ખાનને વારસામાં નથી મળ્યો ‘પટૌડી પેલેસ’, અભિનેતાએ કરી સ્પષ્ટતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!