GSTV

PM આવાસ યોજનામાં ઘર બનાવવા માટે સરકાર આપે છે 2.67 લાખ રૂપિયાની સબસિડી, આ રીતે લઈ શકો છો લાભ

આવાસ

Last Updated on July 1, 2020 by pratik shah

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના ઘરની ઈચ્છા રાખનારા લોકો માટે સરકાર 2.67 લાખ રૂપિયાની સબસિડી આપે છે. આ યોજનાને 2015માં શરૂ કરવામાં આવી હતી. પોતાના ઘરનું સપનું જોતા લોકો માટે સરકાર તરફથી આ સબસિડી આપવામાં આવે છે. મોંઘી લોન અને પછી તેની ઉપર લાગતું વ્યાજ કોઈ પણ શખ્સને પોતાનું ઘર બનાવવાથી દૂર કરે છે. એવામાં સરકારનો દાવો છેકે, આ યોજના દ્વારા કરોડો લોકોને ફાયદો પહોંચી રહ્યો છે.

આ રીતે કરી શકાશે અરજી

ઘણીવાર લોકોનાં મનમાં સવાલ હોય છેકે, આ યોજના માટે આવેદન કેવી રીતે કરી શકાય? આવેદન કોની પાસે જઈને કરવાનું રહેશે. આવાસ તેમજ શહેરી વિકાસ મંત્રાલય મુજબ, તમે એક ફોર્મ ભરીને અરજી કરી શકો છો. આ ફોર્મમાં બે પેજ હોય છે. જેમાં તમારી અલગ અલગ જાણકારી ભરવાની હોય છે. યોજનાનાં આવેદકની ઉંમર 21 વર્ષથી 55 વર્ષ સુધીની હોઈ શકે છે.

આધાર નંબરની જાણકારી આપવી પડશે

પહેલાં પેજ પર આવેદકને આધાર નંબરની જાણકારી આપવાની હોય છે. આધાર વેરિફાઈ કર્યા બાદ તમારે વધુ એક પેજ ભરવાનું હોય છે. જેમાં આવેદકે પોતાની જાણકારી વિસ્તૃતમાં ભરવાનું હોય છે. ઘરનું રાજ્ય, પરિવારનાં મુખ્ય સભ્યનું નામ, હાલનું એડ્રેસ અને અન્ય આ પ્રકારની જાણકારીઓ નોંધાવાની હોય છે. આવેદન હોમ લોન આપનારી સંસ્થાની પાસે જઈને કરવાનું હોય છે. જેમકે, બેંક અથવા કો-ઓપરેટિવ બેંક વગેરે,

અરજી કરી હોય તો આ રીતે કરી શકો છો ચેક

  • સૌથી પહેલાં rhreporting.nic.in/Benificiary.aspx વેબસાઈટ પર જાઓ
  • રજીસ્ટ્રેશન નંબર છે તો તેને નાંખો અને ક્લિક કરો, જે બાદ વિવરણ સામે આવશે.
  • રજીસ્ટ્રેશન નંબર ન હોય તો ‘એડવાન્સ સર્ચ’ પર ક્લિક કરો.
  • તે બાદ જે ફોર્મ આવશે તેને ભરો
  • તે બાદ સર્ચ વિકલ્પ પર ક્લિક કરો
  • જો તમારું નામ PMAY-G લિસ્ટમાં હાજર હશે, તો બધાંજ સંબંધિત વિવરણ દેખાશે.

READ ALSO

Related posts

અતિઅગત્યનું/ તમારી પાસે આવું PAN કાર્ડ હશે તો ભરવો પડશે 10 હજાર રૂપિયા દંડ, 31 માર્ચ પહેલા પતાવી લેજો આ કામ

Bansari

દુનિયાનું એવું મંદિર, જેને લોકો માને છે ‘નર્કનો દરવાજો’; પાસે જતા જ લોકોના થઇ જાય છે મોત

Damini Patel

Health/ શરીરમાં Vitamin Dની વધુ માત્રા પણ કરી શકે છે બીમાર, આ લક્ષણ દેખાય તો થઇ જાઓ સાવધાન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!