GSTV
Gujarat Government Advertisement

PM Awas Yojana/ હોમ લોનના વ્યાજ પર મેળવો લાખોની સબસિડી, જાણો આ યોજનામાં બીજા શું મળશે લાભ

PM Awas Yojana

Last Updated on August 24, 2020 by pratik shah

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ સરકાર હોમ લોનના વ્યાજમાં 2.67 લાખ રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે. સરકારનું લક્ષ્ય છે કે 2022 સુધી દરેકને પોતાનું ઘર હોય. આ યોજના દ્વારા કરોડો લોકોને ફાયદો પહોંચાડવામાં આવી ચુક્યો છે. સબ્સિડીના દર માટે સરકારે ઈનકમના નોર્મ્સ સેટ કર્યા છે.

તેના જ આધાર પર નક્કી કરવામાં આવે છે કે કોને કેટલી સબસિડી આપવામાં આવી છે. જે લોકો પહેલી વખત ઘર ખરીદી રહ્યા છે તેમને યોજના હેઠળ વ્યાજ સબસિડીનો લાભ મળે છે. ત્યાં જ મકાનમાં અને રૂમ બનાવવા માટે પણ લોન સબસિડી આરવામાં આવે છે.

મોટાભાગે લોકોના મનમાં આ યોજનાને લઈને સવાલ

મોટાભાગે લોકોના મનમાં આ યોજનાને લઈને સવાલ હોય છે પરંતુ સાચી જાણકારી ન મળવાના કારણે તે મુઝવણની સ્થિતિમાં મુકાઈ જાય છે. એક એવું જ કન્ફ્યુઝન લોકોના મનમાં પ્રોપર્ટીના કારપેટ એરિયાને લઈને રહે છે. પ્રોપર્ટીનું કારપેટ એરિયા એટલે કે જમીન વાળાઓને આ યોજનાનો ફાયદો મળી શકે છે.

PM Awas Yojana

આ યોજનાનો ફાયદો એમઆઈજી કેટેગરીના હોમ લોન ધારકોને પણ મળશે

શરતો અનુસાર પ્રોપર્ટીનો કારપેટ એરિયા ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 60 વર્ગ મીટરથી વધુ ન હોવું જોઈએ. એલઆઈસી-2 કેટેગરી માટે 200 મીટરથી વધુ ન હોવું જોઈએ.  ત્યાં જ એલઆઈસી-1 કેટેગરી માટે તે 160 વર્ગ મીટર નિર્ધારિત છે. આ યોજનાનો ફાયદો એમઆઈજી કેટેગરીના હોમ લોન ધારકોને પણ મળે છે.

PM Awas Yojana

ઘર ખરીદનાર હપ્તેથી કરી શકશે ચુકવણી

જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ લોન સબસિડી એપ્લાય કર્યા બાદ પૂર્વ વેરિફિકેશન બાદ જ સબસિડીની રકમ મળવામાં 3-4 મહિનાની વચ્ચેનો સમય લાગે છે. એક વખત સબસિડી રકમ લોન એકાઉન્ટમાં જમા થઈ ગયા બાદ ઘર ખરીદનાર હપ્તેથી તેની ચુકવણી કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!