GSTV

PM Awas Yojana: 3.50 લાખમાં સપનાનું ઘર ખરીદવાની તક, આ રીતે ફટાફટ કરો બુકિંગ

ઘર

Last Updated on September 4, 2020 by pratik shah

તમે પહેલીવાર ઘર ખરીદવા જઇ રહ્યાં હોવ તો તમારા માટે ખુશખબર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan mantri Awas Yojana) માટે સરકારે ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (Credit Linked Subsidy Scheme)ને 31 માર્ચ 2021 સુધી આગળ વધારી દીધી છે. તેનાથઈ 2.50 લાખથી વધુ મધ્યમવર્ગીય પરિવારોને ફાયદો થશે.

તમને જણાવી દઇએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ દેશમાં ઓછી આવક ધરાવતા વર્ગને પણ શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં ઘર આપવાનો છે. આ યોજના અંતર્ગત પહેલીવાર ઘર ખરીદનારાઓને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. એટલે કે ઘર ખરીદવા માટે હોમ લોન પર વ્યાજ સબસિડી મળે છે. આ સ્કીમને 25 જૂન 2015ના રોજ લાગુ કરવામાં આવી હતી.

આવાસ

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બુકિંગ શરૂ

ઉત્તર પ્રદેશ આવાસ વિકાસ પરિષદે પ્રદેશના 19 શહેરોમાં 3516 PMAY મકાનો માટે 1 સપ્ટેમ્બરથી જ બુકિંગ ખોલી દીધી છે. આ મકાન ગરીબોને ફક્ત 3.50 લાખ રૂપિયામાં મળશે. તે અંતર્ગત કુલ 3516 મકાનોનું બુકિંગ થશે. સૌથી વધુ 816 મકાનો માટે લખનઉમાં બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ઘર ખરીદવા ઇચ્છતા લોકો 15 ઓક્ટોબર પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે.

ઘર ખરીદવા માટે આ છે શરતો

આ યોજના અંતર્ગત સૌ કોઇ ઘર ખરીદી ના શકે. આ બુકિંગ અંતર્ગત તેમને જ ઘર આપવામાં આવશે જેની વાર્ષિક કમાણી 3 લાખ રૂપિયાથી ઓછી હશે. રાજ્યના ગરીબ લોકોને ફક્ત 3.50 લાખ રૂપિયામાં ઘર મળશે. આ રકમ તેમણે 3 વર્ષમાં પરત આપવાની છે. પહેલા યુપી હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલે 5 વર્ષના હપ્તા પર મકાન આપવાનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તેને ઘટાડીને 3 વર્ષ કરી દેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ગરીબ લોકોને મળનાર ઘરનો કારપેટ એરિયા 22.77 વર્ગમીટર અને સુપર એરિયા 34.07 વર્ગ મીટર હશે.

આ રીતે કરો અરજી

  • પીએમ આવાસ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગઇન કરો.
  • જો તમે LIG, MIG અથવા EWS કેટેગરીમાં આવતા હોય તો બાકી 3 કંપોનેંટ પર ક્લિક કરો.
  • પહેલા કોલમમાં આધાર નંબર નાંખો. બીજા કોલમમાં આધારમાં લખેલુ તમારુ નામ નાખો.
  • તે બાદ ખુલનારા પેજ પર તમારે તમારી પર્સનલ ડિટેલ નાંખો.
  • તે બાદ ભરવામાં આવેલી તમારી વિગતો વેરિફાય કરો.
  • સબમિટ કર્યા બાદ તમારે અહીં કેપ્ચા કોડ નાંખવાનો છે.
  • તે બાદ તમે આ ફોર્મને ફાઇનલ સબમિટ કરો.
  • જણાવી દઇએ કે એપ્લીકેશન ફોર્મની ફીસ 100 રૂપિયા છે. સાથે જ રજીસ્ટ્રેશન કરવા માટે 5000 રૂપિયા બેન્કમાં જમા કરાવા પડશે.

Read Also

Related posts

Money related vastu dosh : આ દોષોને કારણે અટકી જાય છે ઘરની બરકત, ધનની દેવી મા લક્ષ્મી થઇ જાય છે નારાજ

Vishvesh Dave

Breaking News / ઓમિક્રોનની એન્ટ્રી? દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરેલ વ્યક્તિ કોરોના સંક્રમિત, તંત્રની વધી ચિંતા

Zainul Ansari

પૂર્વ ક્રિકેટર અને ભાજપના નેતા ગૌતમ ગંભીરને ફરી જાનથી મારી નાખવાની મળી ધમકી, કાશ્મીરથી આવી ગંભીર ચેતવણી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!