GSTV
Gujarat Government Advertisement

ફાયદાની વાત/ સરકારની આ સ્કીમમાં સસ્તામાં ખરીદો તમારુ પોતાનું ઘર, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ

ઘર

Last Updated on May 18, 2021 by Bansari

સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હેતુ દેશના તમામ લોકોને રહેવા માટે ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. ભારત સરકારે 2021 સુધી બેઘર લોકોને ઘર આપવાની યોજના બનાવી છે. યોજના અંતર્ગત સરકાર બેઘર લોકોને ઘર બનાવીને આપે છે અને સાથે જ તેમને સબસિડી મળે છે જે લોકો લોન પર ઘર અથવા ફ્લેટ ખરીદે છે. અહીં અમે તમને જણાવી રહ્યાં છીએ કે કયા લોકો અને કેવી રીતે આ યોજનાનો લાભ લઇ શકાય.

ઘર

PMAY માં કેવી રીતે અરજી કરવી તે જાણો

પીએમ આવાસ યોજના ગ્રામીણ હેઠળ અરજી કરવા માટે સરકારે મોબાઇલ આધારિત હાઉસિંગ એપ્લિકેશન બનાવી છે. તે ગૂગલના પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કર્યા પછી, તમારે મોબાઇલ નંબરની મદદથી તેમાં એક લોગિન આઈડી બનાવવી પડશે.

1. આ પછી, આ એપ્લિકેશન તમારા મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસવર્ડ મોકલશે.

2. તેની સહાયથી લોગિન કર્યા પછી, જરૂરી માહિતી ભરો.

3. PMAY હેઠળ મકાન મેળવવા માટે અરજી કર્યા પછી, કેન્દ્ર સરકાર લાભાર્થીઓની પસંદગી કરે છે.

4. આ પછી, લાભાર્થીઓની અંતિમ સૂચિ PMAY વેબસાઇટ પર મૂકવામાં આવે છે.

ઘર

યોજનાનો લાભ કોને મળે છે

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ ફક્ત ગરીબો માટે જ હતો. પરંતુ હવે હોમ લોનની માત્રામાં વધારો કરીને શહેરી વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગને પણ તેના ક્ષેત્રમાં લાવવામાં આવ્યા છે. શરૂઆતમાં, PMAY માં હોમ લોનની રકમ 3 થી 6 લાખ રૂપિયા સુધીની હતી, જેના આધારે વ્યાજ સબસિડી આપવામાં આવતી હતી, હવે તેને 18 લાખ રૂપિયા કરવામાં આવી છે.

ઇડબ્લ્યુએસ (નીચા આર્થિક વર્ગ) માટે વાર્ષિક ઘરેલુ આવક રૂપિયા 3 લાખ નક્કી કરવામાં આવી છે. એલઆઈજી (ઓછી આવક વર્ગ) ની વાર્ષિક આવક 3 લાખથી 6 લાખની વચ્ચે હોવી જોઈએ. હવે 12 અને 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા લોકો પણ આનો લાભ લઈ શકશે.

આવાસ

જાણો આ મહત્વની બાબતો

ભારત સરકારે વર્ષ 2015 માં પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી હતી. યોજનાને 3 તબક્કામાં વહેંચવામાં આવી છે. યોજનાનો પ્રથમ તબક્કો જૂન 2015 માં શરૂ થયો હતો, જે માર્ચ 2017 માં સમાપ્ત થયો. બીજો તબક્કો એપ્રિલ 2017 માં શરૂ થયો અને માર્ચ 2019 માં સમાપ્ત થયો. ત્રીજો અને છેલ્લો તબક્કો એપ્રિલ 2019 માં શરૂ થયો હતો અને માર્ચ 2022 સુધીમાં સમાપ્ત થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!