GSTV
Gujarat Government Advertisement

કામની વાત/ પીએમ આવાસ યોજના માટે આ રીતે ઑનલાઇન ચેક કરો તમારુ નામ, મોદી સરકાર આપે છે ઘર ખરીદવા માટે સબસિડી

ઘર

Last Updated on January 27, 2021 by Bansari

પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) અંતર્ગત કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ 2022 સુધી સૌને પાક્કુ મકાન મળી જાય. આ યોજનાને મોદી સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ઘર ખરીદવા માટે સબસિડી આપે છે. અત્યાર સુધી દેશના લાખો જરૂરિયાતમંદ લોકો આ યોજનાનો લાભ ઉઠાવી ચુક્યા છે. એક વાર આ યોજનામાં અપ્લાય કરવા પર કંફર્મ થવામાં થોડો સમય લાગી શકે છે. ઓથોરિટીથી તમને સબસિડી મળવામાં ત્રણ મહિના સુધીનો ટાઇમ લાગી શકે છે. જો તમે અપ્લાય કરી દીધુ છે તો તમારે સ્ટેટસ ચેક કરતા રહેવુ જોઇએ.

યોજના

ઝૂંપડામાં રહેતા લોકો પણ લઇ શકે છે આ યોજનાનો લાભ

ઝૂંપડીમાં રહેતા લોકો પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ મેળવવાને હકદાર છે. યોજના અંતર્ગત સરકાર તરફથી તેમને 1 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સસ્તા ઘરની સુવિધા તે લોકો માટે છે, જેની પાસે પોતાની પ્રોપર્ટી નથી અને જે ઘર બનાવવા માટે હોમ લોન માટે યોગ્ય નથી. આ યોજના અંતર્ગત ભારત સરકાર પ્રતિ ઘર 1.50 રૂપિયા ફાળવે છે. કેન્દ્ર સરકાર બીએલસી સુવિધા અંતર્ગત પ્રોપર્ટી વાળા ઘર બનાવવા અથવા તેનુ સમારકામ કરાવવા ઇચ્છુક લોકોને યોજના અંતર્ગત એએચપી અંતર્ગત સરકાર 1.50 લાખ રૂપિયા પ્રતિ ઘર આપે છે.

યોજના

ઑનલાઇન સ્ટેટસ ચેક કરવા માટે ફૉલો કરો આ સ્ટેપ્સ

પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લીકેશન સ્ટેટસ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ અંતર્ગત હોમ લોન માટે પાત્ર લોકોને લાભ આપવામાં આવે છે. તેમાં તમને વાર્ષિક 6.50 ટકાના વ્યાજ દરે હોમ લોન મળી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમે તમારુ સ્ટેટસ ઓનલાઇન પણ ચેક કરી શકો છો.

યોજના

પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લીકેશન સ્ટેટસ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) અંતર્ગત હોમ લોન માટે પાત્ર લોકોને લાભ આપવામાં આવે છે. તેમાં તમે વાર્ષિક 6.50 ટકાના વ્યાજ દરે હોમ લોન મળી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમે તમારુ સ્ટેટસ ઑનલાઇન પણ ચેક કરી શકો છો. ઑનલાઇન ટ્રેકિંગ માટે સૌથી પહેલા તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઑફિશિયલ પોર્ટલ પર વિઝિટ કરવાનું રહેશે.

તે બાદ તમારે Citizen Assessment પર ક્લિક કરવાનું છે. તે બાદ Track Your Assessment Status પર ક્લિક કરવાથી નવુ પેજ ખુલશે. તમે તેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર નાંખો. આ ઉપરાંત તમે By Name, Father Name, Mobile No માં કોઇ એક પર ક્લિક કરો. તમારા પસંદ કરેલા ઓપ્શનમાં તમારે તમારા રાજ્ય, શહેર, જિલ્લા, પોતાનુ નામ, પિતાનું નામ અને મોબાઇલ નંબર રજીસ્ટર કરવાના રહેશે. તેને સબમિટ કરવા પર એપ્લીકેશનનું સ્ટેટસ જોવા મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

યુરો કપ/ બ્રાઝિલનો પેરૂ સામે ૪-૦થી શાનદાર વિજય, નેમાર ૬૮માં ગોલ સાથે પેલેના રેકોર્ડની નજીક

Bansari

વિકાસ/ અમિત શાહની અધ્યક્ષતામાં હાઇ લેવલ બેઠક : અજિત ડોભાલ અને જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત

Damini Patel

પ્રેરણાદાયક / મહામારીમાં પણ માનવતા મહેંકી ઉઠી, બ્રેઇનડેડ કલ્પનાબહેન પટેલના અંગદાનથી પાંચ વ્યક્તિને મળ્યું નવજીવન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!