GSTV

મોદી અાજે પણ દેશના લોકપ્રિય નેતા : 48 ટકા લોકોની પ્રથમ પસંદ, રાહુલ બીજા સ્થાને

2019ની લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. ચૂંટણી પહેલા જનતાનું મન જાણવવાની વિવિધ કોશિશો થઈ રહી છે. જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર અને 2014માં વડાપ્રધાન મોદીની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવનારા પ્રશાંત કિશોરની સંસ્થા આઈ-પીએસી દ્વારા ઓનલાઈન સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીના સર્વેમાં પીએમ મોદી દેશના બાકીના નેતાઓથી લોકપ્રિયતામાં ખૂબ આગળ છે. સર્વેમાં લોકોને પુછવામાં આવ્યું હતું કે દેશના એજન્ડાને આગળ લઈ જઈ શકે તેવા નેતા કોણ છે? સર્વેમાં નિષ્કર્ષો એકતરફી આવ્યા અને તેમાં પીએમ મોદીને 48 ટકા લોકોએ પોતાની પસંદ ગણાવ્યા હતા. જ્યારે બીજા ક્રમાંકે લોકોની પસંદ બનેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને માત્ર અગિયાર ટકા લોકએ પસંદ કર્યા છે. મોદીની લોકપ્રિયતા રાહુલ ગાંધી કરતા ચાર ગણાથી પણ વધુ છે. મોદીનો મુકાબલો કરવા માટે નીકળેલા અન્ય નેતાઓને સિંગલ ડિજિટમાં જ ત્રણ-ચાર અથવા પાંચ ટકા લોકોનો જ સાથ મળતો દેખાઈ રહ્યો છે. સર્વેક્ષણના પરિણામો રાજકીય છે.. પરંતુ તેના દ્વારા ફરી એકવાર ભાજપને કોંગ્રેસ પર આક્રમક નિવેદનબાજી કરવાનો મોકો મળ્યો છે.

કોણ છે સૌથી પોપ્યુલર

સર્વેક્ષણ પ્રમાણે પીએમ મોદીને 48 ટકા, રાહુલ ગાંધીને 11 ટકા, કેજરીવાલને 9.3 ટકા, અખિલેશ યાદવને સાત ટકા, મમતા બેનર્જીને 4.2 ટકા અને માયાવતીને 3.1 ટકા લોકોએ પોતાની પહેલી પસંદ ગણાવ્યા છે. ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીના સર્વેમાં 57 લાખ લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. આ સર્વેક્ષણ પંચાવન દિવસ ચાલ્યું હતં. દેશના લગભગ 712 જિલ્લાની જનતા સાથે 923 નેતાઓ સંદર્ભે વાતચીત કરવામાં આવી હતી.

  • પ્રશાંત કિશોરની સંસ્થાનો સરવે
  • પીઅેમ મોદી 48 ટકા લોકોની પસંદ
  • રાહુલ ગાંઝી 11 ટકા લોકોની પસંદ

Related posts

રાજકોટ/ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કમનસીબ ગણાવી દુખ વ્યકત કર્યુ

pratik shah

અગ્નિકાંડ/ આ ઘટનાને રાજકોટના મેયર બીનાબહેન આચાર્યએ કુદરતી રીતે લાગેલી આગ ગણાવતા વિવાદ વકર્યો

pratik shah

મક્કમ/ ખેડૂતોની જિદ સામે પોલીસની એકપણ ના ચાલી, સિંધુ બોર્ડર પર ટીયર ગેસના સેલ છોડાયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!