GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

PM મોદી :કોરોનાવાયરસને નાબૂદ કરવા ઘણા કડક નિર્ણયો લીધા, તે માટે દેશવાસીઓની માફી માંગુ છું

વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન મોદી 63મી વખત મન કી વાત કરી દેશને સંબોધન કર્યું. મોદીએ કહ્યું- સામાન્ય રીતે મન કી બાતમાં હું ઘણા વિષયોને લઈને આવું છું. આજે વિશ્વભરમાં કોરોનાના સંકટની ચર્ચા છે. એવામાં બીજી વાત કરવી તે યોગ્ય નથી. કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા, જેનાથી ગરીબોની મુશ્કેલી થઈ. તમામની હું માંફી માંગુ છું. વડાપ્રધાને દરેક દેશવાસીને કહ્યું ધૈર્ય દેખાડો, લોકડાઉનનું પાલન કરો .

કોરોનાની મહામારી વચ્ચે વડાપ્રધાન મોદી 63મી વખત મન કી વાત કરી

કોરોનાવાયરસની સામે જંગ

તમામની હું માંફી માંગુ છું. વડાપ્રધાને દરેક દેશવાસીને કહ્યું ધૈર્ય દેખાડો, લોકડાઉનનું પાલન કરો

હું તમારા બધાની પરિસ્થિતિ સમજુ છું, પરંતુ કોરોનાની વિરુદ્ધની લડાઈ માટે આ સિવાય કોઈ રસ્તો નથી. દુનિયાની સ્થિતિ જોઈને લાગે છે કે બસ આ એક જ રસ્તો બચ્યો છે. આપને જે પણ મુશ્કેલી પડી છે. તે માટે માફી માગુ છુ. બાદમાં રોગ અસાધ્ય થઈ જાય છે. કોરોના વાઈરસે દુનિયાને કેદ કરી દીધો છે. દરેકને પડકાર આપી રહ્યો છે. આ વાઈરસ માણસને ખતમ કરવાની જિદ કરી બેઠો છે. તેથી સૌને એક થઈને સંકલ્પ લેવો જ પડશે.  આ લોકડાઉન આપને બચાવવા માટે છે. આપે પોતે બચવાનુ છે, પોતાના પરિવારને બચાવવાનો છે. હુ જાણુ છુ કે કોઈ પણ કાયદો તોડવા ઈચ્છતા નથી પરંતુ કેટલાક લોકો આનું પાલન કરી રહ્યા નથી. દુનિયામાં કેટલાક આ પ્રકારના જ લોકો છે જે આજે પસ્તાઈ રહ્યા છે. દુનિયામાં તમામ સુખનુ સાધન સ્વાસ્થ્ય છે. એવામાં નિયમ તોડીને આપ જીંદગી સાથે રમી રહ્યા છો.

PM મોદીએ યુવાનોના કર્યા વખાણ

પીએમ મોદીએ આજે ટ્વીટ કરીને કોરોના વિરૂદ્ધની લડતમાં યુવાનોની ભાગીદારીના વખાણ કર્યા. તેમણે ટ્વીટ કરી લખ્યુ, કોરોના વિરૂદ્ધ લડતમાં યુવાનો સૌથી આગળ છે. આ સિવાય તેમણે ‘PM-CARES ફંડ’ માં સહયોગ કરનારાના પણ વખાણ કર્યા.

READ ALSO

Related posts

ખેડૂતો માટે આનંદ વધામણા, કેરળ કાંઠે ચોમાસાના પ્રારંભે જ ભારે વરસાદથી 9 જિલ્લામાં યલો એલર્ટ

Harshad Patel

આજથી આ 5 મોટા ફેરફાર થઈ ગયા, એની જાણકારી મેળવવી તમારા માટે ઉપયોગી છે

Mansi Patel

કોરોનાની સારવાર માટે નવી આશા, Ultraviolet કિરણો અને વિટામિન્સ દ્વારા વાયરસ થશે દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!