GSTV
Home » News » નીરવ મોદીનો કોર્ટમાં ઘા, અમારા પેઇન્ટીંગ્સની હરાજી અટકાવો યોર ઑનર

નીરવ મોદીનો કોર્ટમાં ઘા, અમારા પેઇન્ટીંગ્સની હરાજી અટકાવો યોર ઑનર

nirav modi

અબજો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશ નાસી ગયેલા નીરવ મોદીની કંપનીએ મુંબઇ હાઇકોર્ટમાં ધા નાખી હતી કે અમારા કરોડો રૂપિયાના પેઇન્ટીંગ્સનું લીલામ અટકાવો યોર ઑનર… તાજેતરમાં કેન્દ્ર સરકારે નીરવના કબજામાંના 68 મોંઘાદાટ પેઇન્ટિંગ્સના લીલામને હરી ઝંડી આપી હતી. એમાંથી જે આવક થાય એ નીરવના કૌભાંડ પેટે વાળી લેવાની હતી.

આ નિર્ણય સામે નીરવની કંપની કેમલોંટ એંટરપ્રાઇઝે હાઇકોર્ટંમાં ધા નાખતાં એવી અરજી કરી હતી કે આ પ્રકારની લીલામી ગેરકાયદે છે.  આ તમામ ચિત્રો 27મી માર્ચે એટલે કે આવતી કાલે લીલામમાં મૂકાવાનાં છે. અરજદારોને એ્વી આશા હતી કે હાઇકોર્ટ આ લીલામ સામે સ્ટે જાહેર કરશે.

જો કે હાઇકોર્ટે તો આ અરજીની સુનાવણી પહેલી એપ્રિલે કરવાની જાહેરાત કરી હતી. એથી વિશેષ કોઇ જાહેરાત હાઇકોર્ટે કરી નહોતી. ગયા સપ્તાહે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે નીરવના અગિયાર મોંઘાં વાહનોની લીલામીની પરવાનગી આપી હતી. આ વખતે ચિત્રોની હરાજીની પરવાનગી આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

OMG : દેશનાં આ રેલ્વે સ્ટેશન પર વેચાઈ રહ્યું છે હવાથી બનેલું પાણી!, કિંમત 5 રૂપિયા લીટર…

pratik shah

પૂર્વોત્તર રાજ્યોમાં 9 દિવસથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આ રાજ્યમાં 9 કલાક માટે કર્ફ્યૂ હટ્યો

Nilesh Jethva

અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત ગૃહમંત્રી અમિત શાહ પર સાધ્યું નિશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!